Parliament Session 2024: બે દિવસના વિરામ બાદ આજે ફરી લોકસભા (Loksabha) અને રાજ્યસભાનું (Rajya Sabha) સત્ર શરૂ થયું છે. આજે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. પાંચમા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) NEET પરીક્ષાનો (NEET Exam) મુદ્દો ઉઠાવ્યો અને ચર્ચાની માંગ કરી હતી. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. જો કે વિપક્ષના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. આજે બંને ગૃહમાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે.
લોકસભામાં વિપક્ષનો હોબાળો
સંસદના ચાલુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે.ત્યારે લોકસભામાં કાર્યવાહી શરૂ થતા જ હંગામો શરૂ થયો હતો. સંસદસત્ર દરમિયાન કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ, NEET અને અગ્નિપથ જેવા મુદ્દાઓ પર વિપક્ષે સરકારને ઘેરી હતી. આ દરમિયાન બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો.
लोकसभा में विपक्ष के नेता राहुल गांधी ने नीट पेपर लीक का मुद्दा एक बार फिर उठाया।#RahulGandhi pic.twitter.com/5PCXjnwc8E
— SAGAR INC (@SagarINC_) July 1, 2024
NEET મુદ્દે રાહુલ ગાંધીએ શું કહ્યું ?
રાહુલ ગાંધીએ કહ્યુ કે,અમે એક દિવસ NEET પર ચર્ચા કરવા માગતા હતા. બે કરોડ યુવાનોને નુકસાન થયું છે. છેલ્લા સાત વર્ષમાં 70 વખત પેપર લીક થયા છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આસને વ્યવસ્થા આપી છે. તમે અભિભાષણ પર ચર્ચા કરો.
લોકસભામાંથી વિપક્ષનું વોકઆઉટ
NEET પર ચર્ચાની માગણી સાથે વિપક્ષે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
આ પણ વાંચો : Gujarat Rain Forecast: જુન મહિનામાં 42 ટકા ઓછો વરસાદ નોંધાયો, જુલાઈમાં કેવો રહેશે વરસાદ ?