Parliament Session 2024: પીએમ મોદી (PM Modi)આજે રાજ્યસભામાં (Rajya Sabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. એક દિવસ પહેલા તેમણે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું, ‘ત્રીજી વખત તક મળવી એ ઐતિહાસિક છે. સાંસદોએ ગૃહનું ગૌરવ વધાર્યું છે.
PMએ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ એક દિવસ પહેલા જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો.આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધ્યું હતું. પીએમના ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યો વેલમાં આવી ગયા અને સૂત્રોચ્ચાર કરતા રહ્યા. વિપક્ષના હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે PMએ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો.
કોંગ્રેસ પર નિશાન સાધ્યું
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘ભારતની આઝાદીના ઈતિહાસમાં આપણી સંસદીય લોકતાંત્રિક યાત્રામાં ઘણા દાયકાઓ પછી દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારને સેવા કરવાની તક આપી છે. 60 વર્ષ પછી એવું બન્યું છે કે 10 વર્ષ સત્તામાં રહીને સરકાર પરત આવી છે. આ કોઈ સામાન્ય બાબત નથી. જનતાએ આપેલા આ નિર્ણયને કેટલાક લોકોએ જાણીજોઈને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, ‘હું કોંગ્રેસના કેટલાક સાથીદારોનો દિલથી આભાર માનું છું. જ્યારથી પરિણામો આવ્યાં છે ત્યારથી અમારા એક સાથીદારે વારંવાર એક તૃતિયાંશ સરકાર રચાશે એવું રણશિંગુ ફૂકયું હતું. આનાથી મોટું સત્ય શું હોઈ શકે કે 10 વર્ષ વીતી ગયા અને 20 હજુ બાકી છે. એક તૃતીયાંશ થયું છે, બે તૃતીયાંશ હજુ બાકી છે અને તેથી તેમની આ ભવિષ્યવાણી માટે તેમના મોંમાં ઘી અને સાકર”
#WATCH | In Rajya Sabha, Opposition MPs protest, raise slogans and walk out as PM Modi speaks on Motion of Thanks to President’s Address. The Opposition MPs say that the LoP was not allowed to speak and that he should be allowed for the same.
As they walk out, PM Modi says,… pic.twitter.com/rmPZpoNugY
— ANI (@ANI) July 3, 2024
ગરીબી સામે નિર્ણાયક લડાઈ થશે : PM MODI
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘અહીં બેઠેલા કેટલાક લોકો પૂછે છે કે આમાં શું છે? આ થવાનું છે. આ લોકો સરકારને ઓટો પાયલોટ મોડમાં ચલાવવા માંગે છે. તેઓ રાહ જોવામાં માને છે. અમે સખત મહેનત કરવા માંગીએ છીએ. આગામી 5 વર્ષમાં પાયાની સુવિધાઓના પુરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આગામી 5 વર્ષ ગરીબી સામે નિર્ણાયક લડાઈ છે. અમે ગરીબી સામેની લડાઈ જીતીશું. હું મારા 10 વર્ષના અનુભવ પરથી કહી રહ્યો છું કે જ્યારે દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ત્યારે તેની અસર જીવનના દરેક ક્ષેત્ર પર પડશે. આ સમય દરમિયાન તમને વિસ્તાર કરવાની ઘણી તકો મળશે.
કિસાનો અંગે શું નિવેદન આપ્યું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “અમે કૃષિને વ્યાપક રીતે જોયુ છે અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે. કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન 10 વર્ષમાં એકવાર ખેડૂતોની લોન માફી કરવામાં આવી હતી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. 60,000 ની લોન માફી અંગે ખેડૂતોમાં ભારે હોબાળો મચ્યો હતો.
ચૂંટણીમાં લોકોએ પ્રોપેગંડાને પરાજય આપ્યો: PM MODI
પીએમ મોદીએ કહ્યું,”આ ચૂંટણીઓમાં, અમને દેશના લોકોની બુદ્ધિમત્તા પર ગર્વ છે. તેઓએ પ્રોપેગંડાને પરાજય આપ્યો. જનતાએ પ્રદર્શનને પ્રાધાન્ય આપ્યું. તેઓએ છેતરવાની રાજનીતિને નકારી કાઢી અને વિશ્વાસની રાજનીતિ પર જીતની મહોર લગાવી.
વિપક્ષ પર નિશાન સાધ્યું
આ દરમિયાન સૂત્રોચ્ચાર અને હોબાળો બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું, જેના પર પીએમ મોદીએ કહ્યું કે, ગૃહમાંથી બહાર જવું તેમની નિયતિ છે આ લોકો સત્યને પચાવી શકતા નથી. આ કારણોસર તેઓ મેદાન છોડીને ભાગી રહ્યા છે. હું મારી ફરજ સાથે જોડાયેલો છું.મારે દેશવાસીઓને દરેક ક્ષણનો હિસાબ આપવો પડશે.
આ પણ વાંચો : Gujarat politics :અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા મુદ્દે રાહુલ ગાંધીએ શું કહ્યું ?