Parliament Session 2024:’જો હું 80માંથી 80 બેઠકો જીતી લઉં તો પણ મને EVM પર વિશ્વાસ નથી’: Akhilesh Yadav

July 2, 2024

Parliament Session 2024: સમાજવાદી પાર્ટીના (samajvadi party) પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) લોકસભામાં (Loksabha) ભાષણ આપતાં સરકારને (government) ઘેરી હતી અને કહ્યું હતું કે દરેક વસ્તુને ‘જુમલા’ બનાવનારમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેથી, આ બહુમતી સરકાર નથી, પરંતુ સહકાર પર ચાલતી સરકાર છે. પેપર લીક મુદ્દે બોલતા સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, “શા માટે પેપર લીક થઈ રહ્યા છે? સત્ય એ છે કે સરકાર આવું એટલા માટે કરી રહી છે જેથી તેને યુવાનોને નોકરી ન આપવી પડે.” છેલ્લા દસ વર્ષની સિદ્ધિ એટલી છે કે શિક્ષણ માફિયાઓનો જન્મ થયો છે. સરકાર નિરાશાનું નહીં, આશાનું પ્રતીક હોવું જોઈએ.

સંસદમાં અખિલેશ યાદવે શાયરાના અંદાજમાં સરકાર પર સાંધ્યુ નિશાન

સોમવારે સંસદમાં હોબાળો થયો હતો અને રાહુલ ગાંધી લોકસભામાં આક્રમક દેખાયા હતા, ત્યારે મંગળવાર લોકસભામાં ખૂબ જ હળવો દિવસ હતો. અખિલેશ યાદવ જ્યારે ગૃહમાં બોલવા માટે ઉભા થયા ત્યારે તેમણે પોતાની કવિતાઓ દ્વારા સરકાર પર ખૂબ જ કાવ્યાત્મક રીતે પ્રહારો કર્યા હતા. તેમણે કવિતાઓ સંભળાવીને સરકારની ઝાટકણી કાઢી હતી. અખિલેશ યાદવે શાયરાના અંદાજમાં કહ્યુ કે, જો તબ સહી થા ઔક અબ ઔર સહી સાબિત હો રહા હૈ. હજૂર-એ-આલા આજ તક ખામોશ બેઠે હે ગમ મેં, મહફિલ લૂટ લે ગયા કોઈ જબકિ સજાઈ હમને.

લોકસભામાં અખિલેશ યાદવના ભાષણના મુખ્ય મુદ્દા

કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકોનો આગ્રહ છે કે ગંગાના પાણી વિશે ઓછામાં ઓછું જૂઠું ન બોલવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે વિકાસના નામે અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. તેમણે પૂછ્યું હતું કે, શું વિકાસનો પ્રચાર કરનારાઓ આ વિનાશની જવાબદારી લેશે?

  • લોકસભામાં ભાષણ આપતી વખતે અખિલેશ યાદવે કહ્યું હતું કે આગામી વખતે રાષ્ટ્રપતિનું ભાષણ છે ત્યારે સરકારી ભાષણ ન હોવું જોઈએ.
  • અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતા સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે અમે અગ્નિવીર યોજનાને સ્વીકારતા નથી, જ્યારે પણ ‘ઈન્ડિયા’ગઠબંધન સત્તામાં આવશે અમે આ યોજનાને ખતમ કરીશું.
  • અખિલેશ યાદવે કહ્યું- અમને ગઈકાલે EVM પર વિશ્વાસ નહોતો, ન તો આજે છે અને ન તો કાલે રહેશે. જો અમે 80માંથી 80 સીટો જીતીએ તો પણ અમને ઈવીએમ પર વિશ્વાસ નથી. અમે EVMથી જીતીશું અને EVM હટાવીશું.
  • અયોધ્યામાં વિપક્ષની જીતએ દેશના પરિપક્વ મતદારોની લોકતાંત્રિક સમજણની જીત છે. વધુમાં તેમણેકવિતા સંભળાવતા અખિલેશે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
  • અખિલેશ યાદવે લોકસભામાં કહ્યું કે આ ચૂંટણીના પરિણામથી વિભાજનની રાજનીતિનો ભંગ થયો છે અને એકતાની રાજનીતિની જીત થઈ છે.
  • અખિલેશ યાદવે લોકસભામાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જનતા કહી રહી છે કે આ સરકાર ચાલવાની નથી પરંતુ પડવાની છે. 2024ની લોકસભા ચૂંટણીનું પરિણામ વિપક્ષ ‘ઈન્ડિયા’ગઠબંધન માટે જવાબદારીનો સંદેશ આપે છે અને આ પરિણામ સાંપ્રદાયિક રાજનીતિનો અંત લાવવા અને સમુદાયની રાજનીતિ શરૂ કરવા જઈ રહ્યું છે.
  • અખિલેશ યાદવે કહ્યું કે, ચૂંટણી સમયે કહેવામાં આવતું હતું કે તે 400ને પાર કરશે. હું ફરી એકવાર સમજદાર જનતાનો આભાર માનીશ. હું કહેવા માંગુ છું – લોકોએ સરકારનું અભિમાનતોડી નાખ્યું છે. પહેલીવાર એવું લાગે છે કે પરાજિત સરકાર સત્તા પર છે.
  • અખિલેશે કહ્યું- યુપીમાં યોજાયેલી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થયા હતા. દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા (NEET)નું પેપર પણ લીક થયું છે. સરકાર પેપર લીક કરાવી રહી છે, જેથી લોકોને નોકરી ન આપવી પડે.

આ પણ વાંચો : Rajkot TRP GameZone Fire : સા’ગઠીયા’ની કાળી કમાણીનો પટારો ખુલ્યો, એટલી રકમ અને સોનું હાથ લાગ્યું કે જોઈને આંખો પહોળી થઈ જશે !

Read More

Trending Video