Parliament Monsoon Session: આ લોકસભાની ચૂંટણીમાં (Loksabha Election) ગુજરાતમાં (Gujarat) સૌથી વધું ચર્ચાસ્પદ મુદ્દો પરષોત્તમ રુપાલાનો (Parshottam Rupala) રહ્યો હતો. ચૂંટણી પહેલા પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ (Kshatriya samaj) વિશે આપેલા એક નિવેદનને કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધનો (protest) વંટોળ શરુ થયો હતો આ વિરોધના પડઘા ગુજરાતની બહાર પણ પડ્યા હતા. પરષોત્તમ રુપાલાનો એટલો વિરોધ થવા છતા તેઓ જંગી લીડથી જીત્યા અને રાજકોટના (Rajkot) સાંસદ બન્યા. ત્યારે આજે ફરી એક વાર પરષોત્તમ રુપાલાનો વિરોધ થયો હતો. આજે લોકસભા (Loksabha) સત્રમાં જ્યારે સાંસદ પરષોત્તમ રુપાલા બોલવા ઉભા થયા ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.
સાંસદમાં પરષોત્તમ રુપાલા બોલવા ઉભા થયા તો વિપક્ષે મચાવ્યો હોબાળો
અત્યારે સંસદમાં ચોમાસા સત્રના સાતમાં દિવસે પણ શરુઆતમાં હોબાળો થયો હતો. પરષોત્તમ રુપાલા આજે લોકસભામાં કિસાનોના મુદ્દે બોલવા માટે ઉભા થયા હતા ત્યારે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષ ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓ મુદ્દે વિરોધ કરી રહ્યા હતા. જે જોતા રુપાલા પણ ગુસ્સે થયા હતા અને કહ્યું કે, કિસાનોના મુદ્દે ચર્ચા થતી હોય તો આવી રીતે વિરોધ ન કરવો જોઈએ. આમ રુપાલાએ વિરોધ પક્ષને શાંત રહેવા માટે અપીલ કરી હતી. જો કે વિપક્ષના હોબાળા વચ્ચે પરષોત્તમ રુપાલાએ બોલાવાનું ચાલુ રાખવું પડ્યું હતું.
આ પણ વાંચો : ADR Report: ADR રિપોર્ટમાં મોટો ખુલાસો, લોકસભાની ચૂંટણીમાં EVM માં પડેલા મત અને મત ગણતરીના આંકડામાં તફાવત