Parliament Monsoon Session: PM Modi એ કહ્યું – વિપક્ષે દેશના વડાપ્રધાનનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો…

July 22, 2024

Parliament Monsoon Session:આજથી સંસદનું બજેટ સત્ર (budget session) શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન વિપક્ષ NEET પેપર લીક (NEET Paper Leak), રેલ્વે સુરક્ષા (Railway Security) અને કાવડ યાત્રાને  ( Kawad Yatra) લઈને યુપી સરકારના નિર્ણય સહિત ઘણા મુદ્દા ઉઠાવી શકે છે. આવતીકાલે સંસદમાં બજેટ રજૂ થવાનું છે. આ પહેલા આજે (22 જુલાઈ) નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આર્થિક સર્વે રજૂ કરશે. ત્યારે બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  (PM Modi) સંસદ સંકુલમાંથી દેશની જનતાને સંબોધન કર્યું હતું.

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ

આજથી શરૂ થયેલું સંસદ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન સરકાર 6 બિલ રજૂ કરે તેવી ધારણા છે. જેમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટને બદલવાનું બિલ અને જમ્મુ-કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. બિલની રજૂઆત દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો પણ જોવા મળી શકે છે.

બજેટ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

સંસદનું બજેટ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ કહ્યું, ‘આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું શ્રાવણના પહેલા સોમવારે દેશવાસીઓને મારી હાર્દિક શુભકામનાઓ આપું છું. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સમગ્ર દેશની નજર આના પર છે. આ સકારાત્મક સત્ર હોવું જોઈએ.

આ બજેટ અમૃત કાલનું મહત્વનું બજેટ છે : PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ગૌરવની વાત છે કે 6 વર્ષ બાદ કોઈ સરકાર ત્રીજી વખત સત્તામાં આવી છે અને ત્રીજી વખત પ્રથમ બજેટ રજૂ કરશે. હું દેશના લોકોને ગેરંટી આપતો રહ્યો છું અને અમારું મિશન તેને લાગુ કરવાનું
છે. આ બજેટ અમૃત કાલનું મહત્વનું બજેટ છે. આજનું બજેટ આપણી આગામી 5 વર્ષની દિશા નક્કી કરશે. આ બજેટ વિકસિત ભારતના આપણા સપનાનો મજબૂત પાયો પણ બનશે.પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરતાં કહ્યું, ‘હું તમામ રાજકીય પક્ષોને કહીશ. આવો આપણે આવનારા સાડા ચાર વર્ષમાં પાર્ટીથી ઉપર ઉઠીએ અને દેશને સમર્પિત કરીએ અને સંસદના ગૌરવપૂર્ણ પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ.

વિપક્ષ પર પીએમ મોદીના પ્રહાર

વિપક્ષ પર જોરદાર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, ‘નવી સંસદની રચના બાદ સંસદનું આ પ્રથમ સત્ર હતું. જે સરકારને 140 કરોડ દેશવાસીઓએ બહુમતી સાથે સેવા કરવાનો આદેશ આપ્યો હતો. તેમનો અવાજ દબાવવાનો અલોકતાંત્રિક પ્રયાસ કરવામાં આવ્યો હતો. અઢી કલાક સુધી દેશના વડાપ્રધાનને રોકવા અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ  પણ વાંચો : Gujarat Rain forecast : ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, ઉપલેટામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

Read More

Trending Video