Paris Paralympics 2024: પેરા બેડમિન્ટન ખેલાડીઓએ પેરિસમાં ધૂમ મચાવી, જીત્યા સિલ્વર અને બ્રોન્ઝ

September 2, 2024

Paris Paralympics 2024: મહિલા સિંગલ્સ બેડમિન્ટન SU5 કેટેગરીમાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. તુલાસિમાથી મુરુગેસનને ફાઇનલમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે મનીષા રામદાસે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો

તુલાસિમાથી મુરુગેસનને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલમાં ચીનની યાંગ ક્વિક્સિયાએ તેને 21-17, 21-10થી હરાવી હતી. આ મેચમાં હાર બાદ તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. અગાઉ, તુલાસીમાથી મુરુગેસને મહિલા સિંગલ્સ SU5 કેટેગરીની સેમિફાઇનલમાં દેશબંધુ મનીષા રામદોસને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. રવિવારે રમાયેલી મેચમાં તેણે મનીષાને 23-21, 21-17થી પરાજય આપ્યો હતો.

ફાઈનલમાં સ્થાન મેળવ્યા બાદ મુરુગેસને કહ્યું, ‘આ મારું સ્વપ્ન સાકાર થવા જેવું છે. હું ખુશ હતી કે હવે મારે પોતાને ફાઈનલ માટે તૈયાર કરવાની છે.

મનીષાએ ધમાલ મચાવી

મનીષા રામદાસે પેરિસ પેરાલિમ્પિકમાં પેરા બેડમિન્ટનમાં ભારત માટે મેડલ જીત્યો છે. તેણે મહિલા સિંગલ્સ SU5 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ડેનમાર્કની કેથરીન રોસેનગ્રેનને 21-12, 21-8થી હરાવ્યો હતો.

Read More

Trending Video