Mirabai Chanu વેઈટલિફિંટગમાં ચોથા સ્થાને રહી, તેને કહ્યું- ‘હું દેશવાસીઓની માફી માંગુ છું’

August 8, 2024

Paris Olympic: ભારતની મીરાબાઈ ચાનુ ( Mirabai Chanu) પેરિસ ઓલિમ્પિક 2024માં (Paris Olympic 2024 ) વેઈટલિફ્ટિંગની 49 કિગ્રા કેટેગરીમાં ચોથા સ્થાને રહી છે. તે મેડલ જીતવાથી ચૂકી ગઈ છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે તેનું બે ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.

મીરાબાઈ ચાનુ મેડલ ચૂકી ગઈ

પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics 2024) ભારતીય ચાહકોને વધુ એક ઝટકો લાગ્યો છે. વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ મેડલ જીતવાથી ચૂકી ગઈ છે. મીરાબાઈએ ક્લીન એન્ડ જર્કના તેના છેલ્લા પ્રયાસમાં 114 કિલો વજન ઉતારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગઈ. તેણી કુલ 199 કિલો વજન જ ઉપાડી શકી અને ચોથા સ્થાને રહી. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં 202 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો.

પ્રથમ પ્રયાસમાં 85 કિલો વજન સફળતાપૂર્વક ઉપાડ્યું

આ પહેલા ભારતીય વેઈટલિફ્ટરે સ્નેચમાં શાનદાર શરૂઆત કરી છે. તેણે પ્રથમ પ્રયાસમાં 85 કિલો વજન સફળતાપૂર્વક ઉપાડ્યું. જ્યારે સ્નેચના બીજા પ્રયાસમાં તે 88Kg વજન ઉપાડવામાં નિષ્ફળ રહી. પરંતુ ત્રીજી લિફ્ટમાં મીરાબાઈએ 88 કિલોનું શ્રેષ્ઠ વજન ઉપાડીને શાનદાર વાપસી કરી હતી. જુલાઈ 2022 પછી પહેલીવાર મીરાબાઈએ સ્નેચમાં આટલું વજન ઉપાડ્યું. રોમાનિયાની મિહાએલા કેમ્બેઈ સ્નેચ રાઉન્ડમાં 93 કિગ્રાનું શ્રેષ્ઠ વજન ઉઠાવીને પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ચીનની હોઉ ઝિહુઈ પોતાનું સર્વશ્રેષ્ઠ 89 કિલો વજન ઉઠાવીને બીજા ક્રમે રહી હતી. મીરાબાઈ સ્નેચ રાઉન્ડ પછી સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહી.

ચીનની ખેલાડીએ મેળવ્યો ગોલ્ડ મેડલ

ક્લીન એન્ડ જર્કમાં મીરાબાઈ ચાનુનો ​​પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો. તે 111 કિલો વજન ઉપાડી શકી ન હતી. જોકે બીજા પ્રયાસમાં ચાનુએ 111 કિલો વજન સફળતાપૂર્વક ઉપાડ્યું હતું. પરંતુ ચાનુ ક્લીન એન્ડ જર્કના ત્રીજા પ્રયાસમાં 114Kg વજન ઉપાડી શકી નહીં અને મેડલ ચૂકી ગઈ. ચીનની હોઉ ઝિહુઈને ગોલ્ડ મેડલ મળ્યો હતો જ્યારે રોમાનિયાની મિહાએલા કેમ્બેઈને સિલ્વર મેડલ મળ્યો હતો. જ્યારે થાઈલેન્ડના ખેલાડીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

મીરાબાઈ ચાનુને એશિયન ગેમ્સ 2023 દરમિયાન ઈજા થઈ

મીરાબાઈ ચાનુ વિશે વાત કરીએ તો, ટોક્યો ઓલિમ્પિકમાં તેના શાનદાર પ્રદર્શન પછી તેણી ઇજાઓ સાથે સંઘર્ષ કરતી રહી. ચાનુને એશિયન ગેમ્સ 2023 દરમિયાન ઈજા થઈ હતી. જેની અસર તેના પરફોર્મન્સ પર પણ જોવા મળી અને તે ચોથા ક્રમે રહી. આ ઈજાને કારણે તે પાંચ મહિના સુધી તમામ ઈવેન્ટ્સથી દૂર રહી હતી. જો કે, આ વર્ષની શરૂઆતથી તેણે સખત પુનર્વસન શરૂ કર્યું. જેનો ફાયદો તેને એપ્રિલ 2024માં ફૂકેટ વર્લ્ડ કપ દરમિયાન મળ્યો હતો. મીરાબાઈએ કુલ 184Kg વજન ઉપાડીને પેરિસ ઓલિમ્પિકની ટિકિટ જીતી હતી.

મેડલ ચૂકી ગયેલી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ દેશવાસીઓને કહી આ વાત

મેં દેશ માટે મેડલ જીતવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ આજે હું તે ચૂકી ગઈ, તે રમતનો એક ભાગ છે, આપણે બધા ક્યારેક જીતીએ છીએ અને ક્યારેક હારીએ છીએ. આગામી વખતે હું દેશ માટે મેડલ જીતવા માટે વધુ મહેનત કરીશઃ

આ પણ વાંચો : Gandhinagar: ગૌણ સેવા પસંદગી મંડળે 25 ગણા ઉમેદવારોની યાદી કરી જાહેર, યુવરાજસિંહે કહ્યું, અમારી માંગણી હજીપણ…

Read More

Trending Video