Paris Olympic 2024 : મનુ ભાકર ત્રીજો મેડલ જીતવામાં ચૂકી ગઈ, 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં તે ચોથા સ્થાને રહી

August 3, 2024

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક-2024માં દેશે શૂટિંગમાં ત્રણ મેડલ જીત્યા છે જેમાંથી મનુ ભાકરે બે મેડલ જીત્યા છે. પરંતુ કેટલાક દાવેદારો મેડલની રેસમાંથી બહાર હતા, જેમાં સૌથી મોટું નામ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુનું છે. આ વખતે પણ સિંધુ પાસેથી મેડલની અપેક્ષા હતી પરંતુ તે મેડલની હેટ્રિક નોંધાવી શકી નહોતી. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પણ તેમની મેડલની આશા પર પાણી ફરી વળ્યું.

રમતગમતના મહાકુંભનો આજે આઠમો દિવસ છે. મનુ ભાકર 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી હતી અને તેની પાસેથી મેડલની અપેક્ષા હતી. પરંતુ તેણી ચોથા સ્થાને રહી હતી. તીરંદાજીમાં પણ ભારતને મેડલની આશા છે. દીપિકા કુમારી અને ભજન કૌર મહિલાઓના વ્યક્તિગત રાઉન્ડમાં ભાગ લેશે અને આ ઇવેન્ટની મેડલ મેચ આજે જ યોજાવાની છે.

મનુ ભાકર ચોથા ક્રમે રહી

ભારતની મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ મેળવવાથી થોડી વાર ચૂકી ગઈ, જ્યાં તેણી ચોથા સ્થાને રહી.

આ પણ વાંચોJasdan Rape Case : જસદણ કેસમાં આરોપી મધુ ટાઢાણીનો વીડિયો વાયરલ, ધરપકડ પહેલા વાયરલ કર્યો વીડિયો , જુઓ વીડિયો

Read More

Trending Video