Paris Olympic 2024 : ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની શાનદાર જીત, પેરિસને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યું

August 8, 2024

Paris Olympic 2024 : ભારતીય પુરુષ હોકી ટીમે ગુરુવારે સ્પેન (Spain)ને હરાવીને પેરિસ ઓલિમ્પિકનો બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીત્યો હતો. ભારતે પચાસ વર્ષ બાદ સતત બીજી વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યો. આ સાથે ઓલિમ્પિક (Paris Olympic 2024)માં આઠ વખતની ચેમ્પિયન ભારતીય હોકી ટીમનો આ 13મો મેડલ છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 30મી અને 33મી મિનિટમાં ગોલ કર્યા હતા. સ્પેન માટે માર્ક મિરાલેસે 18મી મિનિટે ગોલ કર્યો હતો. આ જીત સાથે ભારતીય હોકીના અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશે આંતરરાષ્ટ્રીય હોકીને અલવિદા કહી દીધું. ભારતીય ગોલકીપર માટે આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ખેલાડીઓએ આ જીત શ્રીજેશને સમર્પિત કરી છે.

ભારતીય હોકી ટીમનું 44 વર્ષ બાદ ઓલિમ્પિક (Paris Olympic 2024)માં ગોલ્ડ જીતવાનું સપનું જર્મનીના હાથે તૂટી ગયું. ભારત (India)ને સેમિફાઇનલમાં જર્મની હાથે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભારતે સ્પેન સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં 2-1થી જીત મેળવીને સતત બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા ભારતીય ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને હરાવી હતી. ભારતીય હોકી ટીમે 13મી વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. ભારત માટે હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા અને આ બંને ગોલ પેનલ્ટી કોર્નર પર આવ્યા.

ઓલિમ્પિકમાં ભારતે 13મો મેડલ જીત્યો

પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024)માં ભારતીય પુરૂષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ઓલિમ્પિકમાં તેની મેડલ ટેલીક વધીને 13 થઈ ગઈ છે. ભારત આઠ વખત ઓલિમ્પિક ચેમ્પિયન રહ્યું છે. હોકી ટીમે 1960માં રોમમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે તે ચાર વખત બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.

સ્પેન સામેની ઓલિમ્પિકમાં ભારતે 11માંથી આઠ મેચ જીતી, એકમાં હાર અને બે મેચ ડ્રો રમી. ભારતે છેલ્લી છમાંથી પાંચ મેચ જીતી છે, જેમાં ફેબ્રુઆરીમાં બે પ્રો લીગ મેચનો સમાવેશ થાય છે. FIH ડેટા હબ અનુસાર, છેલ્લા દસ વર્ષમાં ભારત અને સ્પેન વચ્ચે 17 મેચ રમાઈ હતી, જેમાંથી ભારત સાતમાં જીત્યું હતું, સ્પેન પાંચમાં જીત્યું હતું અને પાંચ ડ્રો રહી હતી.

આ પણ વાંચોAnshuman Gaekwad : વડોદરાના કીર્તિ મંદિરમાં અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભા, ક્રિકેટના મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ

Read More

Trending Video