Gujarat Rain Forecast : ગુજરાતમાં (Gujarat) ચોમાસું (Monsoon) બેસી ગયુ છે ત્યારે વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Rain)વરસી રહ્યો છે. જો કે, હવે રાજ્યમા સારો અને સાર્વત્રિક વરસાદ (Rain) ક્યારે થશે તેની ખેડુતો (farmer) આતુરાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી (Paresh Goswami) દ્વારા આગાહી કરવામા આવી છે.
વરસાદને (Rain) લઈને પરેશ ગોસ્વામીના આગાહી
પરેશ ગોસ્વામીએ કહ્યું, 14 થી 20 જુનનું જે સેશન ચાલી રહ્યુ છે તેમાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદો નોંધાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ (Rain) વધારે નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં સમિત વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ (Rain) વરસી રહ્યો છે. વધારે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યા નથી. ગુજરાતના મોટા ભાગના વિસ્તારો વાવણી લાયક વરસાદથી વંચિત છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ક્યારે પડશે ?
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, અત્યાર સુધી ગુજરાતમાં છેટાછવાયા વરસાદ નોંધાયા છે અને હજુ પણ બે ત્રણ દિવસ સુધી છુટાછવાયા વરસાદ નોંધાશે. આ વરસાદની તીવ્રતા સૈરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વધારે જોવા મળશે.20 તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો થશે. નૈઋત્યનું ચોમાસુ વલસાડ વાપી સુધી આવીને નિષ્ક્રિય થયુ છે. હવે 20 તારીખ પછી પાછું ચોમાસુ સક્રિય થશે. 21 જુથી 25 જુનની વચ્ચે સારા વરસાદની શક્યતા છે.20 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદ ચાસુ રહેશે. 21 જુથી 25 જુનની વચ્ચે સાર્વત્રિક અને સારા વરસાદની શક્યતા જેમાં ગુજરાતના 50 ટકા કરતા વધુ વિસ્તારોને વાવણીનો લાભ મળી શકે છે.
ખેડૂતોએ ક્યારે વાવણી કરવી ?
મહત્વની વાત તે છે કે, સંપૂર્ણ જુન મહિનો પુરો થાય ત્યાં સુધીમાં તો જે બાકાત છે ત્યાં પણ સારો વાવણી લાયક વરસાદ થઈ જશે. 25 તારીખ સુધીમાં તો 50 ટકા વિસ્તારામાં સારો વાવણી લાયક વરસાદ થઈ જશે. જો જુન મહિનામાં વાવણી થઈ જાય તો તે વાવણી મોડી ન ગણાય.એટલે કોઈએ ઉતાવળ પણ કરવાની જરુર નથી.