Paresh Dhanani Health: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને (Maharashtra assembly elections) લઈ ગુજરાતના અનેક નેતાઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન પરેશ ધાનાણીની (Paresh Dhanani) નાગપુર ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ તેમના પર એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે.ત્યારે હવે પરેશ ધાનાણીની તબિયતને લઈને મોટી અપડેટ સામે આવી છે પોતાની તબિયત અંગે પરેશ ધાનાણીએ હોસ્પિટલમાંથી વીડિયો જાહેર કરીને અપડેટ આપી છે.
પરેશ ધાનાણીની તબિયતને લઈને મોટી અપડેટ
કોંગી નેતા પરેશ ધાનાણીએ સોશીયલ મીડીયા દ્વારા પોતાની તબિયત અંગે જાણકારી આપી છે. ગઇકાલે મુંબઈમાં તબિયત ખરાબ થઈ હોવાના સમાચારો બાદ પરેશ ધાનાણીનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, તેમણે તબિયત સુધારા પર છે. આ સાથે તેમણે લોકોને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
પરેશ ધાનાણીએ હોસ્પિટલમાંથી વીડિયો જાહેર કરી આપી જાણકારી
પરેશ ધાનાણીએ કહ્યું કે, તમે બધા મને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છો તેના માટે તમારો દિલથી આભાર આ સાથે તેમણે તમામ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. ઘણા બધા સુધી એવી માહિતી પહોંચી હશે કે પરેશ ધાનાણી દવાખાનાના ખાટલે પડ્યા છે. હુ જલ્દીથી દોડતો થવાનો છું હુ બિલકુલ સાજો છું લગભગ આજે સાંજે મને રજા આપી દેવામાં આવશે. મારી તબિયત બિલકુલ સારી છે.
પરેશ ધાનાણીએ સૌને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી
વધુમાં તેમણે જણાવ્યું કે, મને ક્ષમા કરજો કદાચ હોસ્પિટની મર્યાદાને કારણે કોઈના ફોન ઉઠાવી શકાયા ન હતા.આપ સૌને દીપાવલી પર્વની શુભેચ્છાઓ અને તમામનો દિલથી આભાર.
આ પણ વાંચો : Amreli: ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર જીવલેણ હુમલાની ઘટનામાં 6 લોકો સામે ફરિયાદ, ઘટનાની ચોંકાવનારી વિગતો આવી સામે