રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24 પેપરલીક થયાની ઘટના સામે આવી ચુકી છે અને હવે યાદીમાં વધુ એક પેપરલીકની ઘટના ઉમેરાઈ છે. વલસાડમાં આવેલી શાહ એન એચ કોમર્સ કોલેજની ઈન્ટરનલ પરિક્ષાના સેમેસ્ટર પાંચનું એકાઉન્ટનું પેપર લીક થઈ હોવાની વિગતો સામે આવતા હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા આ મુદ્દે પ્રિન્સીપાલની ઓફિસ સામે સુત્રોચ્ચાર કર્યાં હતા. કોલેજમાં પેપરલીકની ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ છે અને પેપરલીકની ઘટનામાં કોલેજના શિક્ષકો કે સ્ટાફની સંડોવણી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.
વિદ્યાર્થીઓનો હોબાળો
મળી રહેલી વિગતો અનુસાર વલસાડમાં આવેલી શાહ એન એચ કોમર્સ કોલેજમાં ઈન્ટરનલ પરિક્ષા ચાલી રહી હતી અને તેનુ સેમેસ્ટર પાંચનું એકાઉન્ટનું પેપર લીક થયું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલની ઓફિસ બહાર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સાથે એવા પણ આક્ષેપો થઈ રહ્યાં છે કે આમા કોલેજના જ કોઈ શિક્ષક કે કર્મચારીઓની સંડોવણી હોઈ શકે છે.
પેપર લીક : રાજ્યની પ્રતિષ્ઠા પર ગ્રહણ
જણાવી દઈએ કે, રાજ્યમાં પ્રાથમિક શાળાથી લઈ કોલેજ અને સરકારી નોકરીઓની પરીક્ષાઓના પેપર લીક થી ચુક્યા છે. રાજ્ય સરકાર આ મુદ્દે હંમેશા ઘેરાયેલી રહે છે. વિપક્ષ તેમજ વિદ્યાર્થી સંગઠનો આ મામલે આક્રામક હોય છે ત્યારે પેપરલીકની વધુ એક ઘટનાએ રાજ્યમાં ચકચાર મચાવી છે અને આ મુદ્દે આગામી સમયમાં રાજનીતિ ગરમાય તો નવાઈ નહી.
રાજ્યની રાજનીતિ ગમાય તેવા એંધાણ
જણાવી દઈએ કે, અગાઉ ભાવનગરની ખાનગી કોલેજની પરીક્ષાનું પેપરલીક થયું હતુ જેમાં કોલેજના જ પ્રિન્સિપાલની સંડોવણી સામે આવી હતી ત્યારે હવે વધુ એક પેપરલીકની ઘટના આગામી સમયમાં રાજ્યની રાજનીતિમાં ચર્ચાનો વિષય બને તો નવાઈ નહી.