Padminiba Vala : ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા અત્યારે સૌથી વધારે સમાચારો રહે છે. એક બાદ એક તેમના વિડીયો અને ઓડિયો મારફતે તેઓ ચર્ચાનો વિષય બનતા રહે છે. ક્ષત્રિય સમાજ સામે તેમને જે પણ ખટરાગ ઉભો થયો છે. તેમાં રોજ કોઈને કોઈ નવા વળાંક સામે આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજમાં હાલ પદ્મિનીબા વાળા સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા ક્ષત્રિય યુવાન રવિરાજસિંહ સાથે પદ્મિનીબા (Padminiba Vala)નો વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો જે બાદ ગઈકાલે રાત્રે રવિરાજસિંહે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ તેઓને સમયસર સારવાર મળતા તેઓ બચી ગયા છે.
શું બની સમગ્ર ઘટના ?
ચૂંટણી સમયે પરસોત્તમ રૂપાલાના થયેલા વિવાદમાં ભાજપમાંથી રાજીનામુ આપનાર ભાવનગરના ક્ષત્રિય યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રવિરાજસિંહ ગોહિલે પદ્મિનીબા વાળા (Padminiba Vala)ના માનસિક ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હોવાનો આક્ષેપ કર્યો છે. રવિરાજસિંહ ઝેરી દવા ગટગટાવી લેતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર મળી જતા હાલ તેમનો જીવ બચી ગયો હતો. રવિરાજસિંહના કહેવા મુજબ, “થોડા દિવસથી સોશિયલ મીડિયા મારફતે પદ્મિનીબા વાળા તેમને હેરાન કરી રહ્યા હતા. પદ્મિનીબાની સાથે ભાવનગરના એક વ્યક્તિ પણ ખોટી રીતે રૂપિયા બાબતે મને હેરાન કરી રહ્યા હતા. આ સાથે જ તેઓ મારા એડિટ કરીને ઓડિયો વાયરલ કરે છે. મારા માટે મારી આબરૂ જ મહત્વની છે. મને મારા સમાજમાં ખોટી રીતે બદનામી મળે એના કરતા હું જીવન ટુંકાવવાનું પસંદ કરીશ.” આ મામલે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની શક્યતાઓ છે.
આ મામલે પદ્મિનીબાએ કર્યો પોતાનો બચાવ
આ મામલે પદ્મિની (Padminiba Vala)બા સાથે નિર્ભય ન્યુઝે વાતચીત કરી ત્યારે તેમણે પોતાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “મેં રવિરાજભાઈને કોઈ જ રીતે હેરાન કર્યા નથી. અને સોશિયલ મીડિયામાં જે ઓડિયો વાયરલ થયો છે તે પણ એક બાદ એક જોડીને મુકવામાં આવ્યો છે. અને મેં તેમને પૈસા બાબતે કંઈ જ હેરાન કર્યા નથી. ઉલ્ટાનું રવિરાજભાઈએ એક મોટીબેન તરીકે મારી પાસેથી પૈસા ઉછીના લીધા હતા. મારે તો ખાલી તેમને માત્ર એટલું જ કહેવું છે કે, એક ગરાસિયા ભાઈ તેમના જ ગરાસિયાની બેન સાથે આવું કેવી રીતે કરી શકે. અને અટાયરે મારી પણ કેટલી બદનામી કરવામાં આવી રહી છે. પરંતુ મેં તો દવા પીવા જેવું કાયરતાનું પગલું ભર્યું નથી.”
પદ્મિનીબા વાળાને ગીતાબા પરમારે લીધા આડે હાથ
પદ્મિનીબા છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહે છે. તેમના વિવાદોના કારણે હવે ક્યાંક ક્ષત્રિય મહિલાઓની મર્યાદા પર વાત આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આજે જ પદ્મિનીબાનો ઉધડો લેતા ગીતાબા પરમારનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે કહ્યું કે, “પદ્મિનીબા તે તો દરેક વાતની હદ્દ વટાવી. અમારા ક્ષત્રિય ભાઈને તે દવા પીવા મજબૂર કરી દીધા. તને શરમ નથી આવતી. ક્ષત્રિય સમાજના ભાઈને બદનામ કરે છે તું. ઘણા સમયથી તારી આ બધી બકવાસ અમે સાંભળીએ છીએ. એટલે હવે તું તારા ઘરમાં બેસી જા, નહિ તો અમને બેસાડતા આવડે છે. અને જો તારામાં ત્રેવડ હોયને તો મારી સાથે લાઈવ દિબેટમાં આવ ત્યાં તને બતાવું કે ક્ષત્રાણી શું હોય. તને જોઈએ છે ? અને સમાજમાં તને કોઈ સ્થાન આપે જ કેવી રીતે. પહેલા તું તારી જાતને સુધાર ત્યારે સમાજમાં અગ્રણી બની શકાય.”