Padminiba Vala : ગુજરાતમાં ક્ષત્રિય સમાજે લોકસભા ચૂંટણી સમયે ખુબ મોટા પાયે સંમેલન કર્યું હતું. સમસ્ત ક્ષત્રિય સમાજ ત્યારે એક મંચ પર આવ્યો છતાં લોકસભા ચૂંટણીમાં તેનું કંઈ પરિણામ દેખાયું નહિ. અને અંતે સમગ્ર ક્ષત્રિય આંદોલન સમેટાય ગયું. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા કોઈ ને કોઈ રીતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆતો કરવામાં આવી રહી છે. હવે ક્ષત્રિય સમાજ ફરી એક વખત એક મંચ પર આવ્યો છે. આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. જેમાં પદ્મિનીબાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેમને આ ક્ષત્રિય સંમેલનમાં કંઈક અણગમતું થયું હોય તેવું લાગી રહ્યું છે.
આજે ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ખાસ તો મોટા રાજવી પરિવારના લોકો મંચ પર બેઠા હતા. જેને લઈને હવે પદ્મિનીબા વાળાને કંઈક પેટમાં દુખ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહાસંમેલન પૂર્ણ થયા બાદ પદ્મિનીબા અચાનક વિફર્યા હતા. સંમેલન પૂરું થયા બાદ પદ્મિનીબાએ રાજપૂત સમાજના લોકો સાથે બબાલ કરતા દેખાયા હતા. અને તેમણે કહ્યું હતું કે, “કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી ?” પહેલા પણ ક્ષત્રિય સમાજે પદ્મિનીબા વાળાને આંદોલનથી દૂર રાખ્યા હતા. અને હવે આ મામલે પણ પદ્મિનીબાને આ મહાસંમેલનમાં આગળ પડતું સ્થાન આપવામાં આવ્યું નથી જેના કારણે તેમણે આ બબાલ કરી હતી.
આ પણ વાંચો : Kshatriya Mahasammelan : મહાસંમેલન પહેલા ક્ષત્રિય સમાજમાં પડેલા ભાગલા પર નયનાબા જાડેજાએ શું કહ્યુ ?