P T Jadeja : ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની ધરપકડથી બબાલ, પદ્મિનીબા વાળાએ જયરાજસિંહનું કેમ કર્યા આક્ષેપ ?

July 5, 2025

P T Jadeja : ગુજરાતમાં 2024માં ક્ષત્રિય આંદોલન એ ખુબ ચર્ચામાં રહ્યું હતું. ક્ષત્રિય આંદોલનના ચહેરાઓમાંના એક એટલે પી.ટી.જાડેજા. ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવેલા પ્રવિણસિંહ ટપુભા જાડેજા(પી.ટી.જાડેજા)ની સામે હવે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ પહેલા રાજકોટના એક મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રૂપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ બેનર લગાવ્યું હતું. જેના એક દિવસ પહેલાં સાંજે પી.ટી.જાડેજાએ કારખાનેદાર જસ્મીનભાઇને ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી. આ કારખાનેદારને ધમકી આપતા કહ્યું હતું કે, ‘આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે’ કહી ગાળો પણ ભાંડી હતી. સાથે જ મંદિરે શ્વાન લાવી ડરાવવાના પણ પ્રયત્નો કરવામાં આવે છે. અને હવે પી.ટી.જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે પદ્મિનીબાએ જયરાજસિંહ પર કર્યા આક્ષેપ

રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા. અને આ બધા વચ્ચે પદ્મિનીબા વાળા પણ પહોંચ્યા હતા. આ મામલે તેમણે કહ્યું કે, પી.ટી.જાડેજાને આજે સવારે હાજર થવાનું હતું. પણ તે પહેલા જ રાત્રે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તો હું સરકારને એજ કહેવા માંગુ છું કે, કાયદો બધા માટે સમાન રાખો ને. એક ધમકીની સજા પાસા હોય તો ગોંડલની ગુંડાગીરીની સજા શું. જયરાજની સામે આટલા મોટા આરોપ લાગે છે તો પણ કેમ સરકાર કે કાયદો કંઈ કરતા નથી. અને ગોંડલમાં આટલી ગુંડાગીરીની વાતો સામે આવે છે તો તેના પર કાયદાનો સકંજો કેમ કસવામાં આવતો નથી.

ફરિયાદ બાદ પી.ટી.જાડેજા સામે કાર્યવાહી

ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ આજે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જે બાદ તેને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોP T Jadeja : ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની સામે કાયદાકીય કાર્યવાહી, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ થયા એકઠા, હવે નવાજૂનીનાં એંધાણ

Read More

Trending Video