બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચારનો આક્રોશ અમદાવાદમાં દેખાયો, હિન્દુ સંગઠનો, સંત સમિતિ અને ભાજપ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

December 10, 2024

Ahmedabad : બાંગ્લાદેશમાં (Bangladesh) હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે ભારતના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે આજે અમદવાદમાં (Ahmedabad) પણ તેના પડઘા પડ્યા છે. આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ છે ત્યારે આજે અમદાવાદ (Ahmedabad)ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કર્યું હતુ.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર મુદ્દે અમદાવાદમાં વિરોધ

આ વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો સહિત અમદાવાદનાં મેયર, ધારાસભ્યો પણ વિરોધમાં જોડાયા હતા. તેમજ આ વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ જોડાયા હતા. તેમણે હાથમાં વિવિધ બેનરો લઈ હિન્દુ પર થતાં અત્યાચાર બંધ કરવા નારા લગાવ્યા હતા. આ સાથે ચિન્મયદાસજી મહારાજને મુક્ત કરવા માટે પણ નારા લગાવ્યાં હતાં. તેમણે વિરોધ પ્રદર્શન કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યારને તાત્કાલિક અટકાવવામાં તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાની માંગ કરી છે.

 જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે શું કહ્યું ?

વિરોધમાં આવેલા અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે,બાંગ્લાદેશમાં અત્યારે જે હિન્દુ સમાજની સ્થિતિ તે આપણા માટે શરમજનક છે. આ સાથે મહંત દિલીપદાસજી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર થતા હુમલાઓ અને મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાની આકરી ટીકા કરી હતી. તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય તેવા પ્રયાસો કરે તેવી પણ માંગ કરી છે. આ સાથે જે સ્વામીને કેદ કરવામાં આવ્યા છે, તેમને ઝડપથી મુક્ત કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

આ પણ વાંચો :  ‘ફિલ્મ નિર્માતા કાન ખોલીને સાંભળી લો…’,રાજ શેખાવતે ‘પુષ્પા-2’ ફિલ્મના મેકર્સને આપી ધમકી

Read More

Trending Video