ફરી એકવાર ડુંગળીના ભાવ રડાવશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના કિલોનો છુટક ભાવ રૂા.૫૦ સુધી પહોચ્યો છે. આવકમાં ઘટાડો થતા ડુંગળીની ડિમાન્ડ વધી છે જેના કારણે ભાવવધારો થયો હોવાનુ વેપારીઓ કહી રહ્યા છે.
પૂરતો ભાવ ન મળતાં ખેડૂતો ટામેટા ફેંકી દેવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતી વચ્ચે ફરી ડુંગળીના ભાવ વધ્યાં છે. આ કારણોસર ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ જોવા મળી રહ્યું છે. હાલ ડુંગળીનો ભાવ રૂા.૫૦ સુધી પહોંચ્યો છે. છેલ્લા બે દિવસમાં જ ડુંગળીના ભાવ જાણે બમણા થયા છે. કિલો ડુંગળીના ભાવમાં રૂા.૧૫- ૨૦નો વધારો થયો છે. વેપારીઓના મતે, ડુંગળીના આવકમાં ઘટાડો થયો છે. રોજરોજ આવતી ડુંગળીના જથ્થો ઘટ્યો છે. બીજી તરફ, ડુંગળીના માંગ યથાવત રહી છે. આ જોતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
જોકે, સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઇ છે. નવરાત્રીની વિદાય થઇ રહી છે અને દિવાળીનુ આગમન થવાનીતૈયારીમાં છે ત્યારે ડુંગળીના ભાવો લોકોને રડાવે તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.