Anupam Swaroop Swami Controversy: માતાજીની આરાધના અને હિન્દુઓ માટે આસ્થાના પ્રતિક સમાન નવરાત્રીનો (Navratri) તહેવાર શરુ થઈ ગયો છે આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે ત્યારે માતાની આરાધનાના આ અવસર પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ (Anupam Swaroop Swami) બફાટ કરતા વિવાદ સર્જાયો છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લવરાત્રિ ગણાવી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ
અમદાવાદના વસ્ત્રાલમાં મહાદેવનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ પર બફાટ કરતા વિવાદ સર્જાયો છે. અનુપમ સ્વરુપ સ્વામીના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, ગુજરાતીઓ આપના પ્રિય તહેવાર નવરાત્રિને લોકો લવરાત્રિ કહે છે.કોઈ એમ પણ કહે છે કે, નવ દિવસનો નાઈટ ફેશન શો છે તેથી વિશેષ કઈજ નથી. માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની પુજાના દિવસો આવ્યા. તો કોઈ એમ પણ કહે છે , ભાળી દિકરીઓનું બગાડવાનું જાહેર આમંત્રણ અને તે પણ લીગલ નોટીસ સાથે.
નવરાત્રિને છુટાછેડાનું ગણાવ્યું કારણ
વધુમાં તેમણે કહ્યું કે, મેં સાંભળ્યુ કે, સમાજનું સૌથી મોટુ દૂષણ એટલે છૂટાછેડા. એક પોસ્ટમાં કોઈકે લખ્યુ કે, સમય ઓછો અપાતો હશે, બેડ બીહેવીયર,ઓછી વાતચીત, ડીસરીસ્પેકટ, વધચી જતી જરૂરિયાત.એમાં કોઈકે લખ્યુ કે નવરાત્રિના કારણે છૂટાછેડા થાય છે. લખનારે કંઈક વિચારીને જ લખ્યુ હશેને. જે નવરાત્રિ ગુજરાતીઓની ઓળખાણ છે તે લવરાત્રિ તરીકે ઓળખાય તે કેવી લાચારી. જે નવરાત્રિમા માતાજીના નવ રૂપોની પુજા થાય,ઉપાસના થાય તે નવરાત્રિમાં મહિલાઓને રાવણની નજરે જોવાય તે કેવી લાચારી ? નવરાત્રિમાં જે સ્ત્રીને દેવી સ્વરૂપે જોવામાં આવતી, નારી તુ નારાયણી તરીકે જોવામાં આવતી તે સ્ત્રીને મનોરંજનના સાધાન કે ટીકીટના વધુ ભાવ લેવાના સાધન તરીકે જોવામાં આવે, ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતુ મુકવામાં આવે તેમ ગરબે રમાડવામાં આવે તે કેવી લાચારી.
નવરાત્રીમાં મહિલાઓના કપડાઓને લઈને કહી આ વાત
વધુમાં સ્વામીએ કહ્યુ કે, આમા આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે કારણ કે પહેલાના સમયની નવરાત્રીમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા, શરમ અને નીચી નજર રૂપી પડદાઓ હતા. પહેરવેશ પણ જાણે સાક્ષાત જગદંબા, જોગણી, મા ઉમિયા કે ખોડલ જેવો. પરંતુ હાલના સમયમાં લજ્જા, શરમ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્તને ફક્ત અંગ પ્રદર્શન જ રહ્યા. આમ કહી સ્વામીએ ઓયોજકોને આવા કપડા પહેરીને આવવા પર પ્રતિબંધ મુકવા જણાવ્યું હતું.
અનુપમ સ્વરુપ સ્વામીના વિવાદાસ્પદ નિવેદનથી લોકોમાં રોષની લાગણી
અનુપમ સ્વરુપ સ્વામીએ નવરાત્રિને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદનથી લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. માતાની ઉપાસનાના, હિંદુ ધર્મના સૌથી મોટા પર્વ વિશે સ્વામીએ વાણીવિલાસ કર્યો છે તેના કારણે આ સ્વામીની ભારે ટીકા થઈ રહી છે.અનુપમ સ્વરૂપ સ્વામીએ પોતાના વિચારો રજુ કરતા તેમના આ વિચારો આજના યુગમાં કેટલા યોગ્ય કહેવાય, અનુપમ સ્વરુપ સ્વામી મહિલાઓને પડદામાં રાખવાની વાત કરી રહ્યા છે. આ સાથે તેઓ જે રીતે નવરાત્રીના પવિત્ર તહેવારને લવરાત્રી તેમજ મહિલાઓ જે કપડા પહેરે છે તેને અંગ પ્રદર્શન કહી રહ્યા છે ત્યારે મોટા ભાગે નવરાત્રીમાં મહિલાઓ પરંપરાગત વસ્ત્રો પહેરતી હોય છે ત્યારે સ્વામીએ આ બફાટ કરતા તેમના વિચારોની લોકો ખુબ ટીકાર કરી રહ્યા છે.
આ પણ વાંચો : Gandhinagar:રજાના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી ઈમરજન્સી બેઠક, અધિકારીઓ – મંત્રીઓમાં આશ્ચર્ય