એક તરફ સમગ્ર દેશમાં દશેરાની સાંજે રાવણનું દહન કરવામાં આવે છે. ત્યારે આજે અમે તેમને ભારતની એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં આજના દિવસે રાવણની (Ravana) પૂજા કરવામા આવે છે. એટલું જ નહીં પરંતુ અહીંનો લોકો રાવણને પોતાનો જમાઈ પણ માને છે.
રાવણની પૂજા
આજે સમગ્ર દેશમાં દશેરાની (Dussehra) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાની સાંજે દરેક જગ્યાએ રાવણ દહન કરવામાં આવશે. આખું ભારત રાવણને બુરાઈનું પ્રતીક માને છે અને દશેરાના દિવસે તેનું દહન કરે છે. પરંતુ દેશમાં એક એવી જગ્યા છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં અહીંના લોકો રાવણને પોતાનો જમાઈ માને છે. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે, આ જગ્યા સાથે રાવણનો આટલો ઊંડો સંબંધ કેવી રીતે છે ? અને શા માટે લોકો આજે પણ રાવણને પોતાનો જમાઈ માને છે.
ક્યાં આવેલી છે આ જગ્યા ?
આ સ્થળ મધ્યપ્રદેશમાં આવેલું છે. મધ્યપ્રદેશના (Madhy pradesh) મંદસૌરમાં (Mandsaur) લોકો રાવણને પોતાનો જમાઈ માને છે, જેના કારણે અહીં લોકો તેની પૂજા કરે છે. કહેવાય છે કે મંદસૌરમાં રાવણની પત્ની મંદોદરીનું ઘર હતું, એટલા માટે અહીંના લોકો આજે પણ રાવણને પોતાનો જમાઈ માને છે.
રાવણની મૂર્તિની પૂજા
એક તરફ દેશમાં દશેરાની સાંજે રાવણના પૂતળાનું દહન કરવામા આવતું હોય છે. ત્યારે બીજી તરફ મંદસૌરમાં રાવણના પૂતળાની પૂજા કરવામાં આવે છે. મંદસૌરના રુન્ડીમાં રાવણની એક મૂર્તિ પણ છે જેની પૂજા કરવામાં આવે છે. અહીં લોકો રાવણને ફૂલોની માળા અર્પણ કરીને પૂજા કરે છે. મંદસૌર સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. ભારત ઉપરાંત શ્રીલંકામાં પણ ઘણી જગ્યાઓ છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે.
રાવણનો મૃતદેહ આજે પણ છે હાજર
એવું માનવામાં આવે છે કે શ્રીલંકાના રગૈલા જંગલોમાં 8 હજાર ફૂટની ઉંચાઈ પર રાવણનો મૃતદેહ લગભગ રાખવામાં આવ્યો છે. લોકોનું માનવું છે કે અહીં રાવણનો મૃતદેહ મમીના રૂપમાં સાચવવામાં આવ્યો છે. શ્રીલંકાની મુલાકાતે આવતા લોકો માટે આ સ્થળ અને રાવણનો મહેલ એક મોટું પ્રવાસન સ્થળ છે. આ જ કારણ છે કે શ્રીલંકાની સરકારને દર વર્ષે આ જગ્યાથી ઘણો ફાયદો થાય છે.