Bharat Jodo Nyay Yatra : લોકસભાની ચૂંટણીઓ (Loksabha Election) નજીક આવી ગઈ છે અને તેને લઈને બધા પક્ષ મેદાનમાં ઉતરી ગયા છે. દરેક પક્ષ ચૂંટણીમાં જીતવા માટે જન-જન સુધી પહોંચવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચશે અને દાહોદના ઝાલોદ (Zalod)થી તેની શરૂઆત થવાની છે. ત્યારે AAP નેતાઓ પણ કોંગ્રેસ (Congress)ની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવાના છે.
આમ આદમી પાર્ટીના ગુજરાતના શીર્ષ નેતાઓ આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવાના છે. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, સહીત આગેવાનો અને કાર્યકરો આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવાના છે. ત્યારે આ ઝાલોદ ખાતે ભારત જોડો ન્યાય યાત્રાનું આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા સ્વાગત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજથી રાહુલ ગાંધી (Rahul Gandhi) 4 દિવસ ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા યોજશે આ 4 દિવસમાં ન્યાયયાત્રા ગુજરાતના 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના ધોલપુરથી આજે બપોરે બાંસવાડા આવશે.