Nobel Prize 2024: વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની (Nobel Prize 2024) જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્ર માટે આ સન્માનના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે અમેરિકાના વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. બંનેને માઇક્રોઆરએનએની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું છે.
અન્ય પુરસ્કારોની ક્યારે થશે જાહેરાત ?
મહત્વનું છે કે, આ વર્ષનો પુરસ્કાર 1901 થી ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે આપવામાં આવતો 115મો નોબેલ પુરસ્કાર છે. ભૌતિકશાસ્ત્રમાં 2024 નોબેલ પુરસ્કાર મંગળવારે જાહેર કરવામાં આવશે, ત્યારબાદ રસાયણશાસ્ત્ર પુરસ્કાર બુધવારે આપવામાં આવશે.
The 2024 Nobel Prize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation: The Nobel Prize pic.twitter.com/fK5HVaHVSN
— ANI (@ANI) October 7, 2024
વર્ષ 2023માં મેડિસિનમાં નોબેલ પુરસ્કાર કોને મળ્યો હતો ?
આ પહેલા વર્ષ 2023માં મેડિસિનમાં નોબેલ પુરસ્કાર કેટાલિન કેરીકો અને ડ્રૂ વેઈસમેનને આપવામાં આવ્યો હતો. તેમને ન્યુક્લિયોસાઇડ બેઝ મોડિફિકેશન સંબંધિત તેમની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. આ શોધે કોરોના વાયરસ એટલે કે કોવિડ-19 સામે અસરકારક mRNA રસી વિકસાવવામાં મદદ કરી.
નોબેલ પુરસ્કાર વિશે જાણવા જેવું
નોબેલ પુરસ્કાર વિજેતાને 11 મિલિયન સ્વીડિશ ક્રોના (લગભગ 1 મિલિયન યુએસ ડોલર) આપવામાં આવે છે. આ પુરસ્કાર સ્વીડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામે આપવામાં આવે છે. નોબેલની મૃત્યુની વર્ષગાંઠના દિવસે 10 ડિસેમ્બરે યોજાયેલા સમારોહમાં પુરસ્કારો સાથે વિજેતાઓને આમંત્રિત કરવામાં આવે છે.