NOBEL PRIZE 2023 : વર્ષ 2023નો સાહિત્યનો નોબલ પુરસ્કાર આ નોર્વેજીયન લેખકને મળ્યો, જાણો

વર્ષ 2023નો સાહિત્યનો નોબલ પુરસ્કાર આ નોર્વેજીયન લેખકને મળ્યો છે.

October 5, 2023

સાહિત્યમાં 2023 નો નોબેલ પુરસ્કાર નોર્વેજીયન લેખક જ્હોન ફોસને “તેમના નવીન નાટકો અને ગદ્ય માટે આપવામાં આવ્યો છે.

સાહિત્યમાં 2023 નો નોબેલ પુરસ્કાર જાહેર

નોબલ પ્રાઈઝ 2023 ના વિજેતાઓની જાહેરાત થઈ રહી છે. મેડિકલ ક્ષેત્ર, ફિઝિક્સ, રસાયણશાસ્ત્રમાં નોબેલ વિજેતાઓની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આજે સાહિત્યમાં 2023 નો નોબેલ પુરસ્કાર જાહેર થયો છે. જેમાં નોર્વેજીયન લેખક જ્હોન ફોસને “તેમના નવીન નાટકો અને ગદ્ય માટે આપવામાં આવ્યો છે.

જાણો કોણ છે જ્હોન ફોસ

જોન ઓલાવ ફોસે નોર્વેજીયન લેખક અને નાટ્યકાર છે. જોન ફોસનો જન્મ 29 સપ્ટેમ્બર 1959 ના રોજ નોર્વેના Haugesund માં થયો હતો

 ગત વર્ષે કોને મળ્યો હતો પુરસ્કાર 

જણાવી દઈએ કે, ગત વર્ષે સાહિત્યનું નોબેલ પુરસ્કાર ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સને આપવામાં આવ્યું હતું. તેમનું સાહિત્યિક કાર્ય મોટાભાગે આત્મકથા છે, જે સમાજશાસ્ત્ર પર આધારિત છે.

 ઈનામની રકમ

આ પુરસ્કાર સ્વીડિશ એકેડેમી દ્વારા આપવામાં આવે છે અને પુરસ્કારની સાથે 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન લગભગ $1 મિલિયન મળે છે.

નોબેલ પુરસ્કાર કોને મળે છે ?

નોબેલ પુરસ્કાર તેમણે આપવામા આવે છે જેમણે છેલ્લા 12 મહિનામાં માનવતાના કલ્યાણ માટે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. આ પુરસ્કારો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દવા, સાહિત્ય અને શાંતિ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. એક અઠવાડિયા સુધીમાં આ એવોર્ડની જાહેરાત કરવામા આવે છે.

Read More

Trending Video