Nobel Prize 2023 : રસાયણશાસ્ત્ર ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત, જાણો કોના નામ થયા જાહેર

આ વર્ષે ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

October 4, 2023

Nobel prize in chemistry : નોબલ પ્રાઈઝ 2023 ના વિજેતાઓની જાહેરાતની શરુઆત થઈ ગઈ છે. મેડિકલ ક્ષેત્ર, ફિઝિક્સ ક્ષેત્રના વિજેતાઓની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આજે રસાયણશાસ્ત્રમાં નોબેલ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

આ વૈજ્ઞાનિકોને મળ્યો પુરસ્કાર

રસાયણશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામા આવી છે. જેમાં રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ  દ્વારા ‘ક્વોન્ટમ ડોટ્સની શોધ અને સંશોધન માટે’ Moungi G. Bawendi, Louis E. Brus અને Alexei I. Ekimov રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામા આવ્યો છે.

આ પુરસ્કારોની જાહેરાત કરાશે

મહત્વનું છે કે નોબેલ પુરસ્કાર વિતરણ એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. આગામી દિવસોમાં સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રમાં પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે, જેમાં સાહિત્ય પુરસ્કારની જાહેરાત 5 ઓક્ટોબરે કરવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કાર 6 ઓક્ટોબરે અને અર્થશાસ્ત્ર પુરસ્કાર 9 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે

Read More

Trending Video