Loksabha Election 2024 : ગઈકાલે ભાજપ (BJP) ના લોકસભાના ઉમેદવારો (Loksabha Candidate)ની પહેલી યાદી બહાર આવી છે જેમાં 195 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી 26 માંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બાકી નામો હવે જાહેર થશે ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) આ વખતે ચૂંટણી (Election) નહિ લડવાની જાહેરાત કરી છે.
વાત એવી છે કે આ વખતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા (Mahesana) થી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ બીજું લિસ્ટ બહાર પડે તે પહેલા જ નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી છે અને તેમણે કહ્યું છે કે, મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મે ઉમેદવારી નોધાવી હતી. ગઇકાલે રાજયની ૧૫ લોકાસભા સીટના ઉમેદવારો જાહેર કરવામા આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું. અને માન.નરેન્દ્રભાઇ મોદીજી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનીયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાથૅના કરુ છું.”
ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલ આ પહેલા તેઓ પાણી પુરવઠા, જળ સંસાધન, શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી હતા. 1990માં જ્યારે તેઓ ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા ત્યારે તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 2012માં મહેસાણામાંથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા. પટેલને 5 ઓગસ્ટ, 2016ના રોજ નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.