Nita Chaudhry : નીતા ચૌધરીના જામીનને લઈને હાથ ધરાઈ સુનાવણી, જાણો કચ્છ સેશન્સ કોર્ટે શું આપ્યો ચુકાદો ?

September 3, 2024

Nita Chaudhry : કચ્છ CID ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ભચાઉમાં તેના સાથી બુટલેગર યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) સાથે પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. જેમાં પોલીસની હત્યાની કોશિશ અને દારૂની ખેપ મારવાના કેસમાં પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhry)ને ભગાડવામાં પણ યુવરાજસિંહનો હાથ હોવાનું સામે આવ્યું હતું. કચ્છ CID ક્રાઇમના કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીનને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કચ્છ સેશન્સ કોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. જે બાદ આજે કચ્છ સેશન્સ કોર્ટે તેના જામીન રદ્દ કરી દીધા છે. નીતા ચૌધરીને ગુજરાત ATS દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં યુવરાજસિંહના સાસરીમાંથી પકડવામાં આવી હતી. ત્યાર થી નીતા ચૌધરી જેલવાસ ભોગવી રહી છે અને હવે તેના જમીન રદ થતા હજી તેનો જેલવાસ લાંબો ભોગવવો પડશે.

ઉલ્લેખનીય છે કે, કચ્છ (Kutch) ભચાઉ પોલીસ (Bhachau Police)ની હત્યાની કોશિશમાં CID ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhry) અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે નીતા ચૌધરીને પહેલા નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા. અને ત્યારબાદ સેશન્સકોર્ટ દ્વારા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ તેને પકડવા જાય તે પહેલા નીતા ચૌધરી ફરાર થઇ ગઈ હતી. જેને ગુજરાત ATS દ્વારા પકડવામાં આવી હતી. નીતા ચૌધરીને બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરીમાંથી પકડવામાં આવી હતી. તેને ભગાડવામાં બુટલેગર યુવરાજસિંહ જાડેજાનો હાથ હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોIC 814 Controversy : IC 814 પરના વિવાદ બાદ Netflix ઝૂક્યું ! ‘ધ કંધાર હાઇજેક’માં મોટા ફેરફારો માટે OTT પ્લેટફોર્મ તૈયાર

Read More

Trending Video