Nita Chaudhry : કચ્છ CID ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ભચાઉમાં તેના સાથી બુટલેગર યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) સાથે પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. જેમાં પોલીસની હત્યાની કોશિશ અને દારૂની ખેપ મારના કેસમાં પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhry)ને ભગાડવામાં પણ યુવરાજસિંહનો હાથ હોવાનું સામે આવું હતું ત્યારે આજે યુવરાજસિંહ જાડેજાની જેલ બદલી કરવામાં આવી છે.
કચ્છ ભચાઉ પોલીસની હત્યાની કોશિશમાં CID ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે નીતા ચૌધરીને પહેલા નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા. અને ત્યારબાદ સેશન્સકોર્ટ દ્વાર તેના જામીન રદ કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ તેને પકડવા જાય તે પહેલા નીતા ચૌધરી ફરાર થઇ ગઈ હતી. જેને ગુજરાત ATS દ્વારા પકડવામાં આવી હતી. નીતા ચૌધરીને બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરીમાંથી પકડવામાં આવી હતી. તેને ભગાડવામાં બુટલેગર યુવરાજસિંહ જાડેજાનો હાથ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે બુટલેગર યુવરાજસિંહ જાડેજાની આજે જેલબદલી કરવામાં આવી છે. તેને રાજકોટ જેલમાં ટ્રન્સફર કરવામાં આવ્યો છે. કચ્છમાં જેલમાં બેઠા બેઠા તેને નીતા ચૌધરીને ભગાડવાં મદદ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી કરીને તેને રાજકોટ જેલમાં ટ્રન્સફર કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ત્યારે નીતા ચૌધરી દ્વાર પણ હાઇકોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી. પરંતુ નામદાર હાઇકોર્ટ દ્વારા નીતા ચૌધરીની ઝાટકણી કાઢવામાં આવી છે. કોર્ટનું કહેવું હતું કે તમે નિર્દોષ છો તો કેમ ભાગવાની જરૂર પડી હતી. અને તમે પોલીસમાં છો તો તમારી ડ્યુટી શું તમે બુટલેગર જોડે નિભાવતા હતા તેમ કહીને કોર્ટે નીતા ચૌધરીની ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે આગામી સમયમાં નીતા ચૌધરીને જામીન મળશે કે જેલવાસ લાંબો ભોગવવો પડશે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો : Arjun Modhwadia : પોરબંદરમાં વરસાદ બાદ થયેલ નુકશાન અંગે અર્જુન મોઢવાડિયાનો CM ને પત્ર