Nirav Modi’s brother Nihal arrested in US: પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના નાના ભાઈ નેહલની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી અમેરિકાના વહીવટીતંત્ર દ્વારા જ ભારતને આપવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI એ નિહાલના પ્રત્યાર્પણ માટે અમેરિકાને અપીલ કરી હતી. અમેરિકાએ કહ્યું કે નિહાલ મોદીને શુક્રવારે અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી 17 જુલાઈએ કોર્ટમાં થવાની છે. જેમાં તે જામીન માંગી શકે છે. જોકે સરકારી વકીલો તેના જામીનનો વિરોધ કરશે.
પ્રત્યાર્પણની કાર્યવાહી યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા બે આરોપો પર હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની કલમ 3 હેઠળ મની લોન્ડરિંગનો કેસ અને ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 201 (ફરાર) હેઠળ ગુનાહિત કાવતરુંનો કેસનો સમાવેશ થાય છે. નિહાલ (46 વર્ષ) પંજાબ નેશનલ બેંક સાથે સંબંધિત 13,000 કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસમાં આરોપી છે.
આ કેસ અત્યાર સુધીના સૌથી મોટા છેતરપિંડીના કેસોમાંનો એક છે. બે ભાઈઓ (Nirav Modi અને Nihal Modi) અને તેમના સંબંધી મેહુલ ચોક્સી) પર છેતરપિંડીનો આરોપ છે.
શું આરોપ છે
નીરવ મોદી નાનાના ભાઈને હલદીપક મોદીની મુશ્કેલીઓમાં વધુવધારો થયો છે. તેના પર મની લોન્ડરિંગ પુરાવાનો નાશ કરવા અને સાક્ષીઓને ધમકાવવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યાછે. તપાસ એજન્સીઓ અનુસારને હલ મોદીએ કૌભાંડ સંબંધિત કાળા નાણાં (ગુનાની આવક) છુપાવવામાં મદદ કરી હતી પરંતુ જાણી જોઈને પુરાવાઓનો પણ નાશ કર્યો હતો.
આ પણ વાંચો:Pahalgam Attack દુર્ભાગ્યપૂર્ણ હતો, પણ ભારત… Pakistanના પીએમ શરીફે આ મુસ્લિમ દેશમાં ઓક્યું ઝેર