Niranjan Vasava : નર્મદાના દેડિયાપાડામાં ભાજપે PM મોદીના ફોટોવાળી નોટબુકનું કર્યું વિતરણ, નિરંજન વસાવાએ ઉઠાવ્યા સવાલ

July 27, 2025

Niranjan Vasava : ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ દ્વારા ડેડીયાપાડા વિધાનસભા અને નર્મદા જિલ્લાના ગામેગામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના ફોટોગ્રાફ વાળી નોટબુકનું વિતરણ કાર્યક્રમ દરેક પ્રાથમિક શાળાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે .અમે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પૂછવા માંગે છીએ કે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને તેમ છતાં તમે જે સોશિયલ મીડિયા પર જે ફોટો શૂટ કરીને મૂકી રહ્યા છો તેની પાછળની દીવાલ જુઓ લીલ બાજેલી છે. આ મામલે આજે દેડિયાપાડામાં નિરંજન વસાવાએ ભાજપ પર મોટાપાયે પ્રહારો કર્યા હતા.

શાળામાં જ્યાં બાળકો ભણી રહ્યા છે, એ નીચે લીપણ કરેલું છે. એમાં બેઠા છે વાંસની કામળીઓની દિવાલ છે અને પતરા વાળો શેડ નળિયાવાળા શેડ પર અને ખુલ્લામાં ચોમાસામાં આ બાળકો ભણી રહ્યા છે. સરસ વિકાસ થયો હોય એવો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા હોય તો અમે એમને પૂછવા માંગે છીએ કે, શું ખરેખર આ વિકાસ છે કે પછી વિનાશ થઈ રહ્યો છે. આજે સોશિયલ મીડિયા દ્વારા ફોટો શૂટ કરી અને જે વાહવાહી મેળવવા માંગો છો.

આજે સમગ્ર ગુજરાત અને ટ્રાઇબલ વિસ્તાર આજે જાગી ગયો છે. આજે તમને પૂછવા માંગે છે કે તમે 30 વર્ષથી શાસન કરી રહ્યા છો પણ તેમ છતાં પણ આજે પ્રાથમિક શાળાઓ જર્જરીત હાલતમાં છે કાચા ઘરોમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. શું આને આપણે વિકાસ કહીશું. ક્યાં અને કેવી રીતે ભણશે ગુજરાત ? અને ક્યારે આગળ વધશે ગુજરાત અમે તમામ ચૂંટાયેલા સાંસદ સભ્ય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ અને આગેવાનોને અમે પૂછવા માંગીએ છીએ કે, શું ખરેખર તમે આને વિકાસ કહો છો કે પછી વિનાશ ? જો ખરેખર જ આ વિકાસ હોય તો આ કેવો વિકાસ છે.

આ પણ વાંચોSukhdevsinh Zala : ગુજરાત પોલીસના જાંબાઝ નિવૃત્ત DySp સુખદેવસિંહ ઝાલાની ચીર વિદાય, જીવન પર્યંત કર્યા લોકો માટે કામ

Read More

Trending Video