Love Jihad મામવામાં થશે આજીવન કેદ, આ રાજ્ય સરકાર જલદી જ લાવશે કાયદો

August 4, 2024

Love Jihad: આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ સરમાએ લવ જેહાદના મામલાઓને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે રવિવારે કહ્યું કે તેમની સરકાર લવ જેહાદમાં આજીવન કેદની સજા આપવા માટે ટૂંક સમયમાં નવો કાયદો લાવશે. ગુવાહાટીમાં રાજ્ય ભાજપ કાર્યકારિણીની બેઠકમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. સીએમ શર્માએ કહ્યું, ‘અમે ચૂંટણી દરમિયાન લવ જેહાદની વાત કરી હતી. અમે ટૂંક સમયમાં એવો કાયદો લાવીશું જેમાં આવા મામલામાં આજીવન કેદની સજા હશે.

હિમંતા વિશ્વ સરમાએ એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં નવી ડોમિસાઇલ પોલિસી લાવવામાં આવશે. જેના હેઠળ આસામમાં જન્મેલા લોકો જ રાજ્ય સરકારની નોકરી માટે પાત્ર હશે. તેમણે કહ્યું કે ચૂંટણી પૂર્વે આપેલા વચન મુજબ આપવામાં આવેલી ‘1 લાખ સરકારી નોકરીઓ’માં સ્વદેશી લોકોને પ્રાથમિકતા મળી છે, જે સંપૂર્ણ યાદી પ્રકાશિત થશે ત્યારે સ્પષ્ટ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આસામ સરકારે હિંદુ અને મુસ્લિમો વચ્ચે જમીનના વેચાણ અંગે પણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર આવા વ્યવહારોને રોકી શકતી નથી. પરંતુ કાર્યવાહી કરતા પહેલા મુખ્યમંત્રીની સંમતિ લેવી ફરજિયાત કરવામાં આવી છે.

હિમંતાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું

સીએમ શર્માએ શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોઈની જાતિ જાહેર કર્યા વિના જાતિ આધારિત ગણતરી કેવી રીતે શક્ય છે. તેમણે રાહુલને કહ્યું કે જો તેમની પાસે આ સંબંધમાં કોઈ ફોર્મ્યુલા હોય તો તે લોકોને જણાવે. શર્માએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી દેશમાં જાતિ આધારિત ગણતરીની માંગ કરી રહ્યા છે. પરંતુ તેમણે તેમની જાતિ જાહેર કરી નથી. તેમણે કહ્યું, ‘અમે તેમની પાસેથી જાણવા માંગીએ છીએ કે કોઈની જાતિ જાહેર કર્યા વિના જાતિ આધારિત વસ્તીગણતરી હાથ ધરવા માટેનું સૂત્ર શું છે.’ તેમણે કહ્યું કે બિહાર સરકારે જાતિ આધારિત સર્વે કર્યો હતો. આ સમગ્ર દેશમાં થશે કે નહીં તે અલગ બાબત છે. પરંતુ જાતિનો ઉલ્લેખ કર્યા વિના આ કેવી રીતે શક્ય બનશે?

આ પણ વાંચો: Ayodhya દુષ્કર્મ પીડિતાને મળ્યા બાદ રડી પડ્યા સંજય નિષાદ, કહ્યું – લડત ચાલું રહેશે

 

Read More

Trending Video