Nepal પ્લેન ક્રેશમાં પાયલટનો બચ્યો જીવ, 18 લોકોના મોત: Video

July 24, 2024

Nepal Kathmandu Aircraft Crash: નેપાળની રાજધાની કાઠમંડુમાં બુધવાર (24 જુલાઈ) ના રોજ ઉડાન ભર્યા પછી તરત જ એક વિમાન ક્રેશ થયું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા. જેમાં પાયલોટ એકમાત્ર બચી ગયો છે. એરપોર્ટ સિક્યોરિટી ચીફ અર્જુન ચંદ ઠાકુરીએ જણાવ્યું હતું કે પ્લેન બે ક્રૂ મેમ્બર અને 17 ટેકનિશિયનને મેન્ટેનન્સ ચેક માટે પોખરા શહેરમાં લઈ જઈ રહ્યું હતું.

કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા તેજ બહાદુર પૌડ્યાલે જણાવ્યું હતું કે, “માત્ર કેપ્ટનને જ જીવિત બચાવી લેવામાં આવ્યો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે,” મળતી માહિતી અનુસાર પાઈલટને આંખમાં ઈજા થઈ હતી ઇજાઓને કારણે તેને કાઠમંડુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેની સ્થિતિ શું છે તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી.

અકસ્માત સમયે વરસાદ ન હતો

નેપાળના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના વડાએ કહ્યું કે પ્રારંભિક મૂલ્યાંકન દર્શાવે છે કે કાઠમંડુથી પોખરા જઈ રહેલું વિમાન ખોટી દિશામાં વળ્યું હતું. તેમણે આગળ કહ્યું કે “જેમ જ તે ટેક ઓફ કર્યું, તે જમણી તરફ વળ્યું, જે ડાબી તરફ વળવું જોઈએ.” કાઠમંડુમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, પરંતુ અકસ્માત સમયે વરસાદ ન હતો. જોકે, રાજધાનીમાં વિઝિબિલિટી ઓછી હતી.

અહેવાલો અનુસાર, પ્લેન રનવેથી સહેજ ઉપર ઉડી રહ્યું હતું અને પછી ક્રેશ થતા પહેલા નમેલું હતું. પોલીસ અધિકારી બસંત રાજૌરીએ જણાવ્યું કે અધિકારીઓએ તમામ 18 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા છે. નેપાળ આર્મીના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. આ દુર્ઘટનાની માહિતી મળતા જ નેપાળ સરકારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાના જવાનોને ઘટનાસ્થળે મોકલ્યા હતા. મેડિકલ અને સેનાના જવાનોની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

Read More

Trending Video