Nepal Landslide: નેપાળમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનને કારણે નદીમાં બે બસ ખાબકી, 7 ભારતીયોના મોત

July 12, 2024

Nepal Landslide:પાડોશી દેશ નેપાળમાંથી (Nepal) મોટા સમાચાર સામે આવ્યા છે. નેપાળમાં આજે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. નેપાળમાં ભૂસ્ખલનને (Landslide) કારણે બે બસો અકસ્માતનો (accident) ભોગ બની છે. આ અકસ્માતમાં 7 ભારતીયોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. નેપાળના મદન-આશિર હાઈવે પર વચ્ચેની બે બસો લગભગ 63 મુસાફરોને લઈને જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

 નેપાળમાં મોટી દુર્ઘટના

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ખરાબ હવામાન નેપાળમાં લોકો માટે સમસ્યા બની ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આજે એટલે કે શુક્રવારે સવારે મધ્ય નેપાળમાં મદન-આશિર હાઈવે પર ભૂસ્ખલનને કારણે લગભગ 63 મુસાફરોને લઈને બે બસો ત્રિશુલી નદીમાં વહી ગઈ હતી. તમામ ગુમ થયાના અહેવાલ છે.

63 લોકો કરી રહ્યા હતા મુસાફરી

ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઈન્દ્રદેવ યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર બંને બસમાં ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માત સવારે સાડા ત્રણ વાગ્યે થયો હતો. અમે ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સતત વરસાદને કારણે ગુમ થયેલી બસોને શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ખરાબ હવામાનને કારણે કાઠમંડુથી ભરતપુર, ચિતવનની તમામ ફ્લાઇટ્સ આજે માટે રદ કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલી એક બસ બીરગંજથી કાઠમંડુ જઈ રહી હતી અને બીજી બસ ગૌરથી કાઠમંડુ જઈ રહી હતી. આ દરમિયાન નારાયણઘાટ-મુગલિંગ રોડ પર લેન્ડ સ્લાઈડ થઈ હતી, જેના કારણે બસ નદીના વહેણમાં વહી ગઈ હતી. ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ યાનીએ જણાવ્યું કે બંને બસમાં ડ્રાઈવર સહિત 63 લોકો સામેલ હતા. હાલ ઘટના સ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ ભારે વરસાદને કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે.

કેટલાક મુસાફરો જીવ બચાવવામા રહ્યા સફળ

પોલીસના જણાવ્યા અનુસાર, તેમને આ બસોમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરો પાસેથી આ અકસ્માતની માહિતી મળી હતી. બસ નદીમાં પડી જતાં આ મુસાફરોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો અને બાદમાં પોલીસને ઘટનાની જાણ કરી હતી.ભૂસ્ખલનને કારણે આ બસો અથડાઈ હતી અને આ અકસ્માત થયો હતો.

આ પણ વાંચો :  સુપ્રીમ કોર્ટે Arvind Kejriwal ને આપ્યા વચગાળાના જામીન, છતા પણ અત્યારે કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં

Read More

Trending Video