NEET UG Paper Leak Case: સુપ્રીમ કોર્ટે પણ માન્યુ કે NEET UG પેપર લીક થયું, શું હવે પરીક્ષા રદ થશે?

July 8, 2024

NEET UG Paper Leak Case: NEET UG પેપર લીક (NEET UG Paper Leak)અંગે દાખલ કરાયેલી અરજીઓ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે NEET UG પેપર લીક થયું છે. હવે વકીલોએ કોર્ટને સીબીઆઈને (CBI) પણ આ કેસમાં પોતાનો રિપોર્ટ દાખલ કરવાની મંજૂરી આપવા કહ્યું છે. કોર્ટે તમામ અરજદારોને બુધવારે સબમિશન આપવા જણાવ્યું છે, જે 10 પાનાથી વધુ ન હોવું જોઈએ.

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા NEET-UG 2024 અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ મામલે દાખલ કરાયેલી 38 અરજીઓની સુનાવણી કરી.જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ આ બેન્ચમાં સામેલ છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે પેપર લીક થયું છે, આ વાત હવે સ્વીકારવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે, હવે જોવાનું એ રહે છે કે પેપર કેટલી હદે લીક થયું હતું. ચીફ જસ્ટિસ ચંદ્રચુડે વકીલોને પણ પૂછ્યું કે સરકારે આ મામલે શું પગલાં લીધાં? સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જો પેપર લીક થયું હોય તો તેને રદ્દ કરી દેવું જોઈએ.

સુનાવણી દરમિયાન CJI ચંદ્રચુડે શું કહ્યું ?

આ અરજીઓ પર સંયુક્ત સુનાવણી દરમિયાન CJI ચંદ્રચુડે કહ્યું, ‘જો ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા પેપર લીક થાય છે, તો તે જંગલની આગની જેમ ફેલાય છે. બીજી તરફ, જો પેપર લીક 5 તારીખે જ થયું હોય તો તે થોડું મર્યાદિત હોઈ શકે છે. 20 લાખ બાળકો આનાથી ચિંતિત છે. તે ચોક્કસપણે ચિંતાનો વિષય છે કારણ કે 67 બાળકોએ 720 માંથી 720 માર્કસ મેળવ્યા છે. છેલ્લા વર્ષોમાં આ ગુણોત્તર ખૂબ જ નીચો રહ્યો છે. કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો પરંતુ કેટલી એફઆઈઆર નોંધાઈ?

અત્યાર સુધીમાં કુલ 6 FIR નોંધવામાં આવી

સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે કહ્યું, ‘અત્યાર સુધીમાં કુલ 6 FIR નોંધવામાં આવી છે. ગોધરામાં જે બાળકોની સંડોવણી પુરવાર થઈ છે તે બાળકોના પરિણામ અટકાવી દેવામાં આવ્યા છે. કારણ બતાવો નોટીસ પાઠવવામાં આવી છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘આખા દેશમાં કેટલા એવા બાળકો છે જેમના પેપર લીકને કારણે પરિણામ રોકી દેવામાં આવ્યા છે? આ લોકો ક્યાંના છે? શું આપણે હજી પણ શોધી રહ્યા છીએ કે આ પેપર લીકથી કેટલા લોકોને ફાયદો થયો? જો આમ થશે તો અમારે પરીક્ષા રદ કરવી પડશે.

બુધવાર સુધીનો આપ્યો સમય

CJIએ તમામ પક્ષકારોને કહ્યું, અમે તમને એક દિવસનો સમય આપીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે પુનઃપરીક્ષા ઇચ્છતા તમામ અરજદારોના વકીલો બુધવારે અમને લેખિત જવાબ આપે. અમે ઈચ્છીએ છીએ કે તમે બધા સાથે બેસીને સંયુક્ત જવાબ આપો. તે 10 પૃષ્ઠોથી વધુ ન હોવું જોઈએ. કોર્ટે એમ પણ પૂછ્યું હતું કે જો પેપર કેન્સલ નહીં થાય તો આ છેતરપિંડીનો ફાયદો ઉઠાવનારા લોકોને અમે કેવી રીતે ઓળખીશું? સુપ્રીમ કોર્ટે સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલને પૂછ્યું કે આ લોકોની ઓળખ માટે અત્યાર સુધી શું પ્રયાસો કરવામાં આવ્યા છે?

આ પણ વાંચો : Jamnagar: આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવાયો, જાણો કેવા સંકેત મળ્યા

Read More

Trending Video