NEET UG 2024: NEET વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ ફટકારી, કાઉન્સિલિંગ પર રોક લગાવાવનો કર્યો ઈન્કાર

June 11, 2024

NEET UG 2024: આજે નીટ-યુજી પરીક્ષા (NEET UG)રદ મામલે સુપ્રિમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) NEET UG 2024ની કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. પરીક્ષામાં ગેરરીતિના આરોપો પર કોર્ટે પરીક્ષા આયોજક એજન્સી NTAને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.આ મામલે આગામી સુનાવણી 8 જુલાઈના રોજ થશે.

નીટ-યુજી પરીક્ષા રદ મામલે સુપ્રિમ કોર્ટમાં થઈ સુનાવણી

આ મામલે દેશભરના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ કેસમાં સીબીઆઈ તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. અગાઉ કોર્ટ આ કેસની સુનાવણી જુલાઈમાં કરવાની હતી. જો કે, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પહેલા તેની સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઘણી અરજીઓમાં NEETના પરિણામને રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાની માંગ કરવામાં આવી છે. ત્યારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એનટીએને કડક શબ્દોમાં કહ્યું કે પરિણામમાં ગેરરીતિના આરોપો બાદ પરીક્ષાની પવિત્રતા પર સવાલો ઉભા થયા છે અને અમને આના જવાબની જરૂર છે. જો કે, સુપ્રીમ કોર્ટે NEET UG 2024ની કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનતુલ્લાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી.

પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો

ઉલ્લેખનીય છે કે,  NEET UG પરીક્ષાનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. 720માંથી 720 માર્કસ મેળવનાર 67 વિદ્યાર્થીઓ હતા. તેમાંથી 6 એક જ પરીક્ષા કેન્દ્રના છે. આવી સ્થિતિમાં પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થવા લાગ્યા છે. NTA પર પરીક્ષામાં અનિયમિતતા અને ગ્રેસ માર્ક્સ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને ઘણી સંસ્થાઓનું કહેવું છે કે પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિઓ થઈ રહી છે, તેથી ફરીથી પરીક્ષા યોજવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 720માંથી 718 અને 719 માર્ક્સ મેળવવું અશક્ય છે. તે જ સમયે, પરીક્ષામાં વિલંબના કિસ્સામાં ગ્રેસ માર્ક્સ આપવા પાછળનું કારણ કેટલાક વિદ્યાર્થીઓને બેકડોર એન્ટ્રી આપવાનો પ્રયાસ છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એજન્સી દ્વારા 29 એપ્રિલે પ્રકાશિત કરવામાં આવેલી આન્સર કીમાં ખામીઓ છે. 5 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં પણ પેપર લીક થયાની ફરિયાદો ઉઠી હતી.

આ પણ વાંચો :  BJP Gujarat: ભાજપના આ સંસદસભ્યોને સિનિયોરિટી છતા ન મળ્યું મંત્રીપદ, આ કારણે થયા સાઈડલાઈન

Read More