NEET Result 2024 Controversy: NEET UG પરીક્ષા રદ કરવાની અરજી પર સુનાવણી કરતા આજે સુપ્રીમ કોર્ટે (Suprime court) મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પરીક્ષા રદ કરવાની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન NTAએ જણાવ્યું કે તે 1563 ઉમેદવારોને ગ્રેસ માર્કિંગ મળ્યા છે.તેમનું ગ્રેસ માર્કિંગ રદ કરવામાં આવ્યું છે.હવે આ 1563 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે. આમાં મહત્વની વાત તે છે કે, માત્ર કેટલાક વિદ્યાર્થીઓ માટે જ પેપર ફરીથી લેવામાં આવશે.આ તે વિદ્યાર્થીઓ છે જેમને સમયની ખોટ માટે વળતરના નામે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા.ત્યારે સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને વિદ્યાર્થીઓની મોટી જીત ગણવામા આવી રહી છે. ત્યારે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનું (Yuvraj Singh Jadeja) નિવેદન સામે આવ્યું છે. યુવરાજસિહે આને જીત નહીં પરંતુ હાર ગણાવી છે અને NTA પર જ સવાલો ઉઠાવ્યા છે.
NEET પરીક્ષા મુદ્દે યુવરાજસિંહે શું કહ્યું ?
યુવરાજસિંહે કહ્યું કે, સુપ્રિમ કોર્ટે આજે એક નિર્ણય સંભળાવ્યો છે કે NEET પરીક્ષામાં સૌથી મોટો ઝોલ ગ્રેસિંગ માર્કસનો હતો. આ ગ્રેસિંગ માર્કસ જે વિદ્યાર્થીઓને મળ્યા હતા તે કેન્સલ કરવામા આવે છે. અને આ ઉમેદવારોની પરીક્ષા ફરીથી લેવામા આવશે. મને ઘણા બધા વિદ્યાર્થાીઓ કહી રહ્યા છે કે તમારી લડાઈની જીત થઈ પરંતુ હું આને જીત નથી માનતો કેમકે આ બાબતમા વિદ્યાર્થીઓની હાર જ થઈ છે.
NEET પરીક્ષામાં મોટા કૌભાંડની આશંકા વ્યકત કરી
વધુમા તેમને કહ્યું કે, NTA ગત રોજ સુધી એવું કહેતી કે અમારી ગ્રેસિંગ પદ્ધતિ સાચી અને સારી છે. જો કોઈ સાતુ હોય તો કોર્ટમાં દલીલ કરે પરંતુ આજે તેમને કોર્ટમા દલીલ ન કરી. અને 1563 ને ગ્રેસિંગ આપ્યુ તેમને એવું કહી દીધું કે આ ગ્રેસિંગ અમે પાછુ ખેંચિએ છીએ અને આ વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવામા આવશે. એટલા માટે હું સ્પષ્ટ પણે માનું છે કે, ક્યાકને ક્યાક બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ સ્કેમને છુપાવવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામા આવ્યો છે એવું મનાઈ રહ્યુ છે. ગઈ કાલે તેઓ આ પધ્ધતિના ગુનગાન ગાતા હતા અને એવું કહેતા હતા કે આ 1563 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે એટલા માટે અમે ગ્રેસિંગ આપ્યુ છે. તો ક્યાંકને ક્યાંક NTA પર ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
1563 વિદ્યાર્થીઓનું લિસ્ટ કેમ ન આપ્યું ?
વધુમા તેમને કહ્યું કે, બિહાર અને પટના વાળી જે પેપરલિકની ઘટના બની તેના પર તો હજુ મૌન જ સેવીને બેઠા છે. જે ડમી કાંડ થયુ તેના પર પણ મોન જ સેવ્યું છે. એટલા માટે મને લાગે છે NTA એ પુરાવાનો નાશ કર્યો છે તો પુરાવા છે કે, ક્યા 1563 વિદ્યાર્થીઓ તેનું લિસ્ટ આજે સુપ્રિમ કોર્ટમાંરજુ કરવાનું હતું. હવે કઈ રીતે ખબર પડશે કે ક્યાં 1563 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપ્યું હતું. સૌ પ્રથમ આ વિદ્યાર્થીઓનું લિસ્ટ આપવું જોઈએ.
ગ્રેસિંગ પદ્ધતિને વાહીયાત ગણાવી
વધુમા તેમને કહ્યું કે, આમાં જે લોકો સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા તેમને જ ગ્રેસિંગ આપવામા આવ્યું હતુ. જે લોકો ગરીબ છે હાઈકોર્ટ સુધી પહોંચી નથી શકતા તે ન્યાયના હકદાર નથી ? સૌથી મોટો ઝોલ ગ્રેસિંગ પદ્ધતિમાં થયો છે આ વાહિયાત અને બકવાસ પદ્ધતિ છે. આ લોકો બધાને મુર્ખ બનાવે છે. કંઈક તો ખોટુ થઈ રહ્યુ છે અને સત્યને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.અમુક સેન્ટરના અમુક લોકોને જ ગ્રેસિગ આપવામા આવ્યું. એટલા માટે શંકા ઉપજાવે છે.
NTA પોતાનો બચાવ કરી રહી છે
વધુમા તેમને કહ્યું કે, આ બાળકોનું ભવિષ્ય બચાવવા માટે નહીં પરંતુ પોતાનો બચાવ કરવા માટે તીકડમ થઈ રહી છે. અમે NTA ને કહીએ છીએ કે પહેલા તો તમે પોતાનું ટેસ્ટીંગ કરાવે. પોતે જો પ્રમાણિકતાથી પરીક્ષા લીધી હોય તો બતાવે. NTA સંપૂર્ણ રીતે ફેલ થઈ છે.