NEET Exam Scam : ગુજરાતમાં પરીક્ષાઓ આપવી અને ત્યારબાદ તેમાં કૌભાંડો (Scam) થવા સામાન્ય બની ગયું છે. છેલ્લા બે વર્ષમાં સૌથી વધારે પેપરો ફૂટવાની ઘટના (Paper Leak Scam), પરીક્ષામાં કૌભાંડો આચરવાની ઘટનાઓ સામે આવી છે . છેલ્લા કેટલાક સમયથી આ ઘટનાઓ બનતી રહે છે અને તપાસો ચાલતી રહે છે. પરંતુ સજા કોઈને પણ થતી નથી. અંદાજે 1 મહિના પહેલા પંચમહાલના ગોધરામાંથી નીટ (NEET)ની પરીક્ષાનું કૌભાંડ સામે આવ્યું હતું. પંચમહાલમાં નીટ (NEET)ની પરીક્ષામાં સારા માર્કસ મેળવવા માટે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
ગોધરા NEET કૌભાંડમાં મોટા ખુલાસાઓ
હવે આ જે આ મામલામાં નવા ખુલાસાઓ થયા છે. પંચમહાલમાં નીટની પરીક્ષામાં ત્રણ લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ આ સમગ્ર ઘટનામાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી 7 લાખની રોકડ મળી હોવાની વાત પણ સામે આવી હતી. આ સાથે જ સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે તેમણે એક વિદ્યાર્થી દીઠ 10 લાખ કિંમત નક્કી કરવામાં આવી હતી. આ કૌભાંડમાં શિક્ષક તુષાર ભટ્ટ, રૉય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોય સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કૌભાંડમાં ગોધરાના આરીફ વોરાની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. છ વિદ્યાર્થીઓના નંબર મેળવી અને ગેરરીતિ આચરવાના હતા. પરંતુ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ થતાં આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.વિદ્યાર્થીઓએ પરશુરામ રોય, તુષાર ભટ્ટને રૂ. 2.82 કરોડના ચેક વ્યવહારો જાહેર કર્યા.
ગોધરામાં નીટની પરીક્ષામાં 26 પૈકી 12 વિદ્યાર્થીઓની યાદીમાં ગોધરાની જલારામ સ્કુલ અને થર્મલમાં જલારામ સ્કુલમાં પરીક્ષા આપવામાં આવી રહી હતી. ત્યારે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે 12 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓએ 2023માં બરોડાના પરશુરામ રોયની રોય ઓવરસીઝ કંપનીના બેંક ખાતામાં રૂ. 66 લાખ રોકડા જમા કરાવ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટની રેગ્યુલર જામીન અરજી ગોધરા સેશન્સ કોર્ટે રદ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓના મોબાઈલ અને અન્ય ઈલેટ્રોનિકસ ડિવાઇસ કબ્જે લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. હજી પણ આ આખું કૌભાંડ માત્ર ગુજરાત પૂરતું નથી તેમાં ગુજરાત બહાર પણ તાર મળી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ કૌભાંડની તપાસ ક્યાં જઈને અટકે છે ?
આ પણ વાંચો : Kheda CM Visit : ખેડા પ્રાંત કચેરીની ઓચિંતી મુલાકાતે મુખ્યમંત્રી, અધિકારીઓના હાલ થયા બેહાલ