Mumbai: NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીને મહારાષ્ટ્રમાં ગોળી મારી દેવામાં આવી છે. આ ઘટના બાદ તેને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દીકીની ઓફિસ નજીક રામ મંદિર પાસે ફાયરિંગની ઘટના સામે આવી રહી છે. આ ઘટના રાત્રે 9.15 વાગ્યાની આસપાસ બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાબા સિદ્દીકી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમાંથી એક ગોળી બાબા સિદ્દીકીની છાતીમાં વાગી હતી.
આ પણ વાંચો: Bangladeshમાં પંડાલો અને હિંદુ મંદિરો પર હુમલો, ભારતે વ્યક્ત કરી ચિંતા
ગોળીબારની ઘટનાની માહિતી મળ્યા બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે હોસ્પિટલમાં ફોન કરીને તેમની તબિયત પૂછી હતી. આ સિવાય અજિત પવાર જૂથના ઘણા નેતાઓ લીલાવતી હોસ્પિટલ પહોંચી રહ્યા છે. બાબા સિદ્દીકી આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસ છોડીને અજિત પવારના જૂથની એનસીપીમાં જોડાયા હતા. એનસીપીમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે હું ખુલ્લી પુસ્તક છું, હું પરિવારનો માણસ છું. હું કોઈને નુકસાન કરવા માંગતો નથી. ધારણાની રાજનીતિ થઈ રહી છે, તેથી જ મેં કોંગ્રેસ છોડી છે.