Navratri 2024 : નવરાત્રીમાં મહિલા સુરક્ષાને લઈને પોલીસ સતર્ક, ગરબામાં જતા પહેલા આટલા પગલાં ધ્યાનમાં રાખો

September 26, 2024

Navratri 2024 : ગુજરાતમાં હવે નવલા નોરતાના માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજ્યમાં બનતી ઘટનાઓ મામલે છેલ્લા કેટલાક સમયથી છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ બાટી રહે છે. જેના કારણે રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈને પોલીસ પર મોટા સવાલો ઉભા થયા છે. અને નવરાત્રી વખતે તો મહિલાઓ મોડે સુધી ગરબા રમવા જતી હોય છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનવાની શક્યતાઓ વધી જાય છે. અને ખરેખર બનતી પણ હોય છે. જે બાદ હવે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. અને આ વખતે નવરાત્રિને લઈને રાજ્યની બહેનો અને દીકરીઓએ સાવચેતીના પગલાં લેવા જોઈએ…

નવરાત્રીમાં ગરબા રમવા જતી બહેનો અને દીકરીઓ આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન

01) તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે જવાના હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો

02) ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન રાખજો. અજાણી અથવા ઓછા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાં,કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્ય પદાર્થ ખાશો નહીં

03) અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જશો નહી

04) સોશિયલ નેટવર્કિગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો

05) ગરબા રમવા જાવ ત્યારે પરિચિત લોકો સાથે જ રહેજો,અજાણી વ્યક્તિની લિફ્ટ લેવી કે એમને લિફ્ટ આપવી નહી

06) ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા-આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો

07) રાત્રિના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો

આ પણ વાંચોAmerica : અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, દીવાલો પર લખેલા હિન્દુ વિરોધી સંદેશાઓ

Read More

Trending Video