નવરાત્રિમાં પોલીસ હવે 12 વાગ્યા પછી ગરબાની રમઝટ બંધ નહીં કરાવે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ કરી મોટી જાહેરાત

September 28, 2024

Navratri 2024 : નવરાત્રીના તહેવારને (Navratri festival)  આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગરબા (Garba) રસીકોમાં અત્યારથી જ અનેરો થનગનાટજ જોવા મળી રહ્યો છે તેવામાં ગરબા રસીકોમાં ઉત્સાહો બમણો થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ એક મોટી જાહેરાત કરી છે. નવરાત્રીમા કેટલા વાગ્યા સુધી ગરબા રમી શકાશે તે અગે મોટો નિર્ણય લેવાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકશે.

ગરબાના સમયને લઈને હર્ષ સંધવીનું મોટુ નિવેદન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મોટી જાહેરાત કરી છે. અત્યાર સુધી એવુ હતુ કે, રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા. રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી, પરંતુ આ નવરાત્રિએ આવુ નહિ બને.કારણ કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ જાહેરાત કરી છે કે, નવરાત્રિના દસ દિવસ આખી રાત ગરબા રમી શકાશે. મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્કલેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતુકે, ગરબા આખી રાત ચાલવા દેવા કે નહીં તે ટેક્નિકલ બાબત છે. તેમાં હું વધારે ઉંડો નથી ઉતરતો પરંતુ ગરબા સવારે પાંચ વાગ્યા સુધી લોકો રમી શકશે.

કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય પણ …:હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી દીધી છે કે, કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ  જણાવ્યું હતુ કે,  કોઈને  તરલીફ ન થાય તેનું ધ્યાન રાખવામા આવે.  ત્યારે સરકારના આ નિર્ણયથી હવે મોડી રાત સુધી ગરબાનો રંગ જામશે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા કરી શકશે.

આ પણ  વાંચો :  Jamnagar: કાલાવડમા વીજળીની સમસ્યાથી ત્રસ્ત ખેડુતોએ કર્યો વિરોધ, અધિકારીઓ લાજવાને બદલે ગાજ્યા,રોષે ભરાયેલા ખેડૂતોએ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

Read More

Trending Video