Narmada : નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયામાં (kevadia) ગરૂડેશ્વર એકતાનગર ખાતે આદિવાસી મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલો અત્યારે ખુબ ગરમાયો છે.
આદિવાસી મૃતક યુવકોના પરિવારને પોલીસે ડિટેઈન કર્યા
આદિવાસી આગેવાનોએ આ મામલે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. ગત રોજ આદિવાસી નેતાઓએ આ આદિવાસી યુવાનોના મોત મામલે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો ત્યારે આ કાર્યક્રમને પોલીસે મંજૂરી આપી ન હતી અને ચૈતર વસાવા અનંત પટેલ જેવા આદિવાસી નેતાઓને નજરકેદ કર્યા હતા ત્યારે ગઈ કાલે પોલીસ આદિવાસી મૃતક યુવકોના પરિવારને પણ ડિટેન કર્યા હોવાની વિગતો સામે આવી છે. મૃતક જયેશ તડવીના માતા અને બહેનને પોલીસ બળજબરીથી લઈ જઈને ધમકાવ્યા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
પરિવારે વીડિયો બનાવી કર્યો હતો ખુલાસો
ગઈ કાલે કેવડિયા ખાતે આદિવાસી સમાજના બે યુવાનોની હત્યા મામલે શ્રધાંજલિ કાર્યકમ રાખવામા આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમ ન થાય તેના માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને પોલીસ દ્વારા કેવડીયા આવતા આદિવાસી સમાજના લોકો આગેવાનો, MLA ચૈતર વસાવા સહિતના નેતાઓને પોલીસે નજરકેદ કર્યા હતા. આ દરમિયાન મૃતક જયેશના માતા અને બહેનને માંગ કરી હતી કે, ચૈતર વસાવાને આવવા દેવામાં આવે તેમજ તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું હતુ કે, તંત્રએ અમારા પિતાજીને દબાણ આપી અમને ઘરમાંથી બહાર કાઢી ખોટા નિવેદનો અપાવીને કાર્યક્રમને સમર્થન નહીં કરવા માટે દબાણ કરીને વીડિયો ઉતાર્યો હતો. આ માનસિક દબાણના કારણે તેમના પિતાની તબિયત પણ બગડી હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પરિવારનો પોલીસ અધિકારીઓ પર આક્ષેપ
આ વાડિયો મામલે પોલીસે મૃતક જયેશના માતા અને બહેનને ડિટેઈન કરીને લઈ ગયા હતા. આ મામલે પરિવારે પોલીસ પર આક્ષેપ કરતા કહ્યુ કે, પોલીસ બળજબરીથી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. વિડિયો વાયરલ થયો હતો તેને લઈને ધમકી આપી હતી. તેમજ પોલીસ અધિકારીઓએ અમારી પર દબાણ કરવાની કોશિશ કરી હતી. પરિવારના આ આક્ષેપ બાદ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે પોલીસ આ મામલે એક તરફી વલણ દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પોલીસ કોના ઈશારે આ કરી રહી છે ? તે પણ સવાલ થઈ રહ્યા છે. આ પણ વાંચો : Ram Rahim Release: શું રામ રહીમ હરિયાણાની ચૂંટણી માટે જેલમાંથી બહાર આવ્યો? જાણો તેના બહાર આવવાથી કોને ફાયદો ?