સરકારના અધિકારીઓ અને નેતાઓની પોલ બહાર પડી ન જાય તે માટે ન બોલાવ્યા : ચૈતર વસાવા

October 31, 2024

Chaitar Vasava : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day ) નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર કેવડિયા ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ એકતા નગરમાં રૂ. 280 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. જો કે, આ કાર્યક્રમ માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે પીએમ મોદીના કાર્યક્રમમાં આમંત્રણ ના મળતા ચૈતર વસાવા બરાબરાના રોષે ભરાયા હતા અને વહીવટી તંત્રનો ઉધડો લીધો હતો અને પીએમ મોદીને કેમ ન મળવા દીધા તેનો ખુલાસો લેવા માટે કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી .

ચૈતર વસાવાને પીએમ મોદીના કાર્યક્રમમાં આમંત્રણ ના મળતા થયાં લાલઘુમ!

ચૈતર વસાવાએ જણાવ્યું કે, આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજંયતિ હતી. અને દેશના વડાપ્રધાન અમારા નર્મદા જિલ્લામાં આવ્યા હતા અને જ્યારે એકતા પરેડ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા આવી રહ્યા હોય ત્યારે પીએમ મોદીને મળવા માટે અમારી કમીટીએ 10 મીનીટનો સમય માંગ્યો હતો. અને પ્રોટોકોલ પ્રમાણે કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય તો નિયમ પ્રમાણે સરાકરના પ્રતિનિધિ તરીકે સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવે છે. છચા વહીવટી તંત્રએ અમને આમંત્રણ ન આપીને અમને લોકપ્રતિનિધા તરીકે જે બંધારણીય અધિકાર મળ્યા છે તે પ્રોટોકોલ તેમને જાળવ્યો નથી સાથે વડાપ્રધાનને મળીને અમારી જે માંગો અમે મુકવાના હતા કે, નર્મદા પરિયોજના બાદ 2046 જેટલી વસાહતો બની તેમાં ગુજરાતના 3322 પરિવારો વિસ્થાપિત થયા ત્યારે આ ખાતેદારોના પરિવારમાંથી એક એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની ખાતરી આપી હતી ત્યારે આજે પણ આ પરિવારોને નોકરી મળી નથી જેમને જમીનો સામે સારી જમીન આપવાની વાત કરી હતી તેમને પણ હજુ સુધી જમીન મળી નથી.

ચૈતર વસાવાને પીએમ મોદીને મળવા જતા અટકાવાયા

વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે, સાથે નર્મદાના વિસ્થાપિતોને નર્મદાનું સિંચાઈનું પાણી અને વીજળી મફત આપવાની વાત કરી હતી. તે પણ હજુ મળ્યું નથી. તેમજ અહીં જે સ્ટેચ્યું ઓફ યુનિટી બન્યુ છે તેમાં સ્થાનિકોને રોજગારી આપવામાં આવતી નથી.અને કેવડિયામાં 73 ડબલ A ની જમીનો અધિકારીઓએ પોતાના IS , IPS ને પ્લોટો ફાળવી આપેલ છે. જેવા અનેક આ વિસ્તારની સમસ્યાઓને લઈને અમે પીએમને મળવાના હતા પરંતુ સરકારના અધિકારીઓ અને નેતાઓની પોલ બહાર પડી ન જાય તે માટે અમને આમંત્રણ ન આપવામાં આવ્યું અને અમને કેવડિયા પણ જવા દેવામાં ન આવ્યા. ગઈ કાલથી અમારા બધાના ઘરે પોલીસ મુકીને અમને એટકાવી દેવામાં આવ્યા. છે ત્યારે આ ક્યાંનો ન્યાય છે ? શું એક સ્થાનિક ધારાસભ્ય વડાપ્રધાનને ન મળી શકે ? આદિવાસીઓના વર્ષો જુના પ્રશ્નો જે ગુજરાત મોડેલ મુકતા હોય અને આદિવાસી સમાજ સાથે આવો ભેદભાવ થાય તે અમે જરાય શાંખી લેવાના નથી.

ચૈતર વસાવા વહીવટીતંત્ર પાસે માંગશે ખુલાસો

વધુમાં ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, આજે રાષ્ટ્રીય એકતા પરિષદમાં અમને નહીં બોલાવીને જે પ્રોટોકોલનો ભંગ કર્યો છે. આવનારા દિવસોમાં અધિકારી સામે કોર્ટમાં પણ જવુ પડશે તો જઈશું. અને અમને વડાપ્રધાનને કેમ ન મળવા દીધા તેનો ખુલાસો માંગીશું. આ વિસ્તારોમાં શિક્ષકો નથી ,ઓરડાઓ નથી, આરોગ્ય સહિતની સુવિધાઓ નથી.એટલી બધી સમસ્યા હોય અને અમને વડાપ્રધાનને નહીં મળવા દઈને અહીં આ વહીવટી તંત્ર અમલદારશાહી ચાલે છે તેવું સાબિત કરવા માંગે છે ત્યારે દેશના સંવિધાન અને લોકસાહિને બચાવવા અમારી લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો : ભાજપના ઉમેદવાર જીત માટે ભૂવાના સહારે !સ્વરૂપજી ઠાકોર જીતવા માટે ભુવાજી પાસે દાણા જોવડાવા ગયા

Read More

Trending Video