narmada: ચૈતર વસાવા શાંતિ ડહોળવા અને ખોટી પ્રસિદ્ધિ મેળવવા આવા નાટક કરે છે : મનસુખ વસાવા

August 13, 2024

Narmada:  નર્મદા જિલ્લાના કેવડિયામાં (Kevadia) ગરૂડેશ્વર એકતાનગર ( Garudeshwar Ektanagar) ખાતે આદિવાસી મ્યુઝિયમમાં (tribal museum) કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ સામે કેસ કરીને ધરપકડ કરી છે. ત્યારે આદિવાસી યુવકો સાથે થયેલા અન્યાયની સામે આજે કેવડિયામાં આજે એક મોટા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જો કો પોલીસે આ કાર્યક્રમને મંજૂરી આપી નથી અને આ કાર્યક્રમમાં જતા ચૈતર  વસાવા (Chaitar vasava) , અનંત પટેલ (Anant patel) સહિત આદિવાસી નેતાઓને પોલીસે નજરકેદ કર્યા છે અને અન્ય લોકો પણ આ કાર્યક્રમમાં ન જાય તેના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. ત્યારે આ મામલે ભરુચના સાંસદ મનસુખ વસાવાનું (Mansukh vasava) નિવેદન પણ સામે આવ્યું છે મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપ કરતા કહ્યુ કે, આ કાર્યક્રમ ચૈતર વસાવા પોતાના રાજકીય રોટલા શેકવા અને પ્રસિદ્ધિ મેળવવા માટે કરી રહ્યા છે.

શ્રદ્ધાજલિ કાર્યક્રમ મામલે મનસુખ વસાવાનું નિવેદન

મનસુખ વસાવાએ કહ્યું કે,આદિવાસી મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓનું મર્ડર થયું. હુ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છે. ડેડિયાપાડાની આદિવાસીના સભામાં પણ અમે આ આદિવાસી યુવાનોને શ્રદ્ધાંજલી આપી હતી અને બધા કાર્યક્રમો સાદાઈથી કર્યા હતા.રાજ્ય સરકારના બેબે મંત્રીએ મૃતક પરિવારની મુલાકાત લીધી હતી.મેં પણ આદિવાસી સમાજના આગેવાનો સાથે પરિવારની મુલાકાત લીધી હતી. અને રાજ્ય સરકાર તરફથી 4 લાખ 20 હજાર જેટલી રકમ એક એક પરિવારને આપી. અને તેમને પાકા મકાન બનાવી આપવાની મંત્રીએ વાત કરી. જે પણ ઘટના બની છે જે હત્યારા છે તે તાત્કાલિક પકડાઈ થયા છે જે હશે તે કાયદેસરની કાર્યવાહી થશે અને પરિવારના લોકોને પણ સરકારની વાત અને પરિવારની વાત પર વિશ્વાસ બેઠો.પરંતુ કેટલાક લોકો ચૈતર વસાવા જેવા આપ અને કોંગ્રેસના લોકો આને રાજકીય મુદ્દો બનાવવા માંગતા હતા. એટલા માટે કોઈને પણ પૂછ્યા વગર આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો અને એવી જાહેરાત પણ કરી કે, મનસુખ વસાવા અને છોટાઉદેપુરના ભાજપના સાંસદ પણ આવવાની છે. બીજા પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે. અમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અમે સ્પષ્ટ કહ્યુ કે અમને આની કોઈ જાણ નથી.

મનસુખ વસાવાનો ચૈતર વસાવા પર આક્ષેપ

વધુમાં મનસુખ વસાવાએ કહ્યું કે,  આપ અને કોંગ્રેસના નેતાઓને શ્રદ્ધાંજલીના નામે લોકોને ભેગા કરવાનો છે. એટલે વહીવટી તંત્રએ ડર લાગ્યો કે ભુતકાળમાં આવી અનેક ઘટનાઓ બની છે કે, વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો. અરાજકતા ફેલાય તો તેને ધ્યાનમાં રાખીને કોઈ પણ ઘટના ના બને તેને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ નતી કરવા દેવામાં આવ્યો. અને આ કાર્યક્રમ માટેની મંજૂરી પણ આ લોકોએ માંગી નથી અને સગાસબંધીઓ પાસેથી મંજૂરી મંગાવી હતી પરંતુ તેમને પણ આમાં જવાની ના પાડી દીધી.એટલા માટે આદિવાસી આગેવાનોને અટકાવ્યા હતા. આ પ્રકારે લોકોને ઘેર માર્ગે દોરીને ચૈતર વસાવા આ પ્રકારના નાટક કરતા આવ્યા છે. ભરૂચ જિલ્લામાં શાંતિને ડોળવાના પ્રયાસ કરે છે પોતાના રાજકીય રોટલા શેકવા અને ખોટી પ્રસિદ્ધિ મેળવવા આ પ્રકારના નાટક કરે છે આ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય જો તેમને કાર્યક્રમ કરવો હોય તો તેમની રીતે કરે અમારા નામ ન લે.

આદિવાસી યુવકોના મોત મામલે રાજનિતી શરુ

આમ આદિવાસી યુવકોના મોત મામલે હવે ભરુચમાં રાજનિતી શરુ થઈ છે આ મામલે હવે ફરી એક વાર મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને આવ્યા છે. અને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરુ થયો છે. ત્યારે આ આદિવાસી યુવકોના મોત મામલે રાજનિતી કઈ હદ સુધી જાય તે જોવું રહ્યું…

આ પણ વાંચો :  Jamnagar: ‘હર ઘર તિરંગા’માં પણ ભ્રષ્ટાચાર ! વિપક્ષનો મહાનગર પાલિકા પર મોટો આક્ષેપ

Read More

Trending Video