Narmada : ભારે વરસાદને કારણે નર્મદા નદીની જળસપાટી વધી, સરદાર સરોવર ડેમના 6 દરવાજા ખોલાયા, એક લાખ ક્યુસેક પાણી છોડાયું

August 11, 2024

Narmada : ગુજરાતમાં સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની જળસપાટી વધવાને કારણે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીની જળ સપાટી ઝડપથી વધી રહી છે. રવિવારે સવારે સરદાર સરોવર નર્મદા (Narmada) ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ગરુડેશ્વર નજીક નર્મદા નદી પર બનેલો ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો હતો.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમમાં 2 લાખ 95 હજાર 972 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે નર્મદા ડેમ 87 ટકા ભરાઈ ગયો છે. હાલમાં નર્મદા ડેમમાં 3823.60 મિલિયન ક્યુબિક મીટર લાઇવ સ્ટોરેજ પાણી ભરાયું છે. આ સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમમાં પાણી 134.59 મીટરે પહોંચ્યું છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર છે. આ સાથે જ નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ ગુજરાતના ભરૂચ અને વડોદરામાં નર્મદા કિનારે વસેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ અત્યારે ચિંતાની કોઈ સ્થિતિ નથી.

આ પણ વાંચોBangladeshi Hindus : બાંગ્લાદેશમાં હિંદુઓએ નવી સરકાર સામે મોરચો માંડ્યો, રસ્તાઓ બન્યા ભગવામય

 

Read More

Trending Video