Narmada: નર્મદા (Narmada) જિલ્લામાં આદિવાસી યુવકનું મોત થતા ચકચાર મચી ગઈ છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધમણાગામ એક યુવકને LCB ના માણસો ડ્રાઈવર તરીકે લઈ જાય છે તે બાદ સવારે તેની લાશ મળી આવે છે આ યુવકની લાશ જોઈને પરિવારને શંકા હતી કે તેની સાથે કંઈક અણબનાવ બન્યો છે. ત્યારે જે LCB ના માણસો સાથે આ યુવક ગયો હતો તેને ફોન કરતા તેઓ ફોન રિસીવ નથી કરી રહ્યા. જેથી આ મામલે પરિવરે ધારાસભ્ય ચૈતર વસાવાની મદદ માંગી હતી જેથી ચૈતર વસાવા (Chaitar Vasava) આ આદિવાસી યુવકની મદદે પહોંચ્યા હતા અને પોલીસને યોગ્ય તપાસ કરવા માટે જણાવ્યું હતુ.
LCB ના માણસો સાથે ડ્રાઈવર તરીકે ગયેલા આદિવાસી યુવકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ
વિગતે વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધમણાગામના રહેવાસી વસાવા સંજય વસાવા ગત 23 સપટેમ્બરના રોજ રાજપીપલા ખાતે સાંજના સમયે કામ અર્થે ગયા હોય છે ત્યારે સંજયના પરિવારજનો પર સંજયનો ફોન આવે છે કે ” નર્મદા LCB ના માણસો બાબુભાઇ અને યોગેશભાઈ મને આરોપીને પકડવા ડ્રાઈવર તરીકે સુરત બોલાવી જાય છે” તેમ જણાવે છે અને સંજયના ધર્મપત્નીએ LCB ના માણસો સાથે ફોન પર વાત કરતા તેઓ ” તમારા પતિને અમે સમયસર ઘરે મુકવા આવીશું” તેમ જણાવવામાં આવ્યું”ત્યારબાદ સંજયના પરિવારજનોએ વધુ સમય થતા સંજયને ફોન દ્રારા સંપર્ક કર્યો પણ સંજયએ તેમનો ફોન રિસીવ ન કર્યો પણ તેમને લઇ જનારા LCB ના માણસોએ ફોન રિસીવ કર્યો. અને અમે સમયે ઘરે આવી જઈશું તેમ જણાવ્યુ હતુ. પરંતુ તેઓ ક્યાં છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી ન હતી. પરિવાર સતત સંજયનો સંપર્ક કરતા તે LCB ના માણસો પરિવારને જણાવે છે કે, અમે તેને સમયસર ઘરે પહોંચાડી દઈશું. પરંતુ સવારે સંજય ઘરે આવતો નથી આ પરિવાર ગામ લોકો પાસેથી જાણે છે કે, દમણાચા ગામના એક ભાઈનું સુંદરપુરા પાસે ડેડ બોડી પડી છે ત્યારે સંજયના પિતરાઈ અને સંજયના ધર્મ પત્ની અને તેમની પુત્રી તથા ગ્રામજનો ઘટના સ્થળે જાય છે.તો આ મૃતદેહ સંયજનો જ હોવાનું માલુમ પડે છે.
LCB ના માણસોનું નામ FIR માં દાખલ કરવાની પરિવારની માંગણી
પરિવારે સંજયને લઈ જનાર LCB સ્ટાફ, બાબુભાઇ અને યોગેશભાઈ નો સંપર્ક કરે છે. પરંતુ તેઓ ફોન ઉપાડતા નથી જેથી પરિવાર આ મામલે પોલીસને જાણ કરે છે.અને મૃતદેહને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી વાહન દ્રારા ખાસેડવામાં આવે છે.ત્યારે સંજયભાઈને લઇ જનારા બાબુભાઇ અને યોગેશભાઈ પર કાયદેસરની કાર્યવાહી અને FIR માં નામ દાખલ કરવાની માંગણી સાથે પરિવારજનો હોસ્પિટલ ખાતે બેઠા હતા, પરંતુ તેમને જણાવવામાં આવે છે કે “સંજયભાઈનું મૃત્યુ અકસ્માતથી થયું છે” જો કે પરિવાર આ માનવા તૈયાર ન હતો પરિવારને શંકા હતી કે, સંજયભાઈની હત્યા થઈ છે. જેથી પરિવાર સાંજ સુધી LCB સ્ટાફના માણસો બાબુભાઇ અને યોગેશભાઈનું નામ FIR માં દાખલ કરવાની માંગણી કરે છે ત્યારબાદ FIR માં બંને વ્યક્તિઓના નામ દાખલ કરવામાં આવે છે.
પરિવારે ધારાસભ્ય ચૈતર વસાવા પાસે માંગી મદદ
પરિવારજનોએ સંજયભાઈને લઇ જનારા LCB ના માણસોને મળવા માંગતા હતા ત્યારે પોલીસ દ્રારા ના પડતા પરિવાજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. બીજે દિવસે મુતક સંજયભાઈના પુત્રીએ આ સમગ્ર ઘટનાની જાણ દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કરી, રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોને ન્યાય મળે અને તમામ ઘટનાનું સત્ય બહાર આવે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા.
ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન
ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના પોલીસ વડા સાથે વાતચીત કરી. મૃતક સંજયભાઈને લઇ જનારા બને માણસો ને બોલાવી CCTV ફૂટેજ, P.મ FSL ના રિપોર્ટ ના આધારે કાયદેસર ની તપાસ કરવા અને પરિવારજનો ને ન્યાય મળે તે અંગે રજુઆત કરી. અને પરિવારજનો દ્રારા મૃત દેહનો સ્વીકાર કર્યો હતો. આ મામલે ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે, પોલીસે જણાવ્યું હતુ કે, સંજયભાઈનું અકસ્માતમાં મોત થયુ છે ત્યારે પરિવારને શંકા હતી કે, સંજયભાઈ સાથે કોઈક અણબનાવ બન્યો હોય અથવા તેમની હત્યા થઈ હોવાનો પરિવારનો આક્ષેપ હતો. હુ પોલીસ અધિકારી સાથે બેઠીને તમામ વાત કરી અને જો સંજયભાઈ સાથે કંઈક અણબનાવ બન્યો હોઈ શકે છે તે દિશામાં તપાસ કરવા કળીઓ મેળવવા ધ્યાન દોર્યું છે અને સાથે સાથે મૃતક સંજયભાઈને જ્યા જ્યા ગયા હોય તેનું લોકેશન,કોલ ડિટેઈલ, CCTV ફૂટેજ, P.મ FSL ના રિપોર્ટને ધ્યાનમાં રાખીને તપાસ થાય . કોઈ પણ દોષી બચે ના તેની અમે પોલીસ સાથે ચર્ચા કરી છે અને પોલીસે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે, તટસ્થ તપાસ થશે.
આ પણ વાંચો : Jharkhand Train Accident: ઝારખંડમાં ટ્રેન દુર્ઘટના, માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા