Narmada: મનસુખ વસાવાનું ફરી એક વખત નાક કપાયું! મનસુખ વસાવા બોલવા ઊભા થતાં જ લોકોએ ચાલતી પકડી

October 15, 2024

Narmada: રાજપીપળામાં (Rajpipla) વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં (development week program) ભરુચના સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava), તેમજ મંત્રી ભૂખુસિંહ પરમાર (Bhikhusingh Parmar) સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જો કે, આ દરમિયાન મંત્રી ભાષણ શરુ કરે તે પહેલા જ લોકો ઉભા થઈને ચાલી ગયા હતા જેથી સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા. તેમણે આ માટે અધિરકારીઓને પણ ખખડાવ્યા હતા કે, ફરી આવું ન થવું જોઈએ. જો કે, મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું કે, આપડે મોટુ મન રાખવાનું.

મનસુખ વસાવા બોલવા ઊભા થતાં જ લોકોએ ચાલતી પકડી

રાજપીપળામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ માં સાંસદ મનસુખ વસાવા ભાષણ કરવા ઉભા થયા ત્યાં ખાલી ખુરશીઓ જોઈ મનસુખ વસાવા ભડક્યા હતા. આ દરમિયાન મનસુખ વસાવાએ અધિકારીઓને ખખડવતા કહ્યું કે સરકારના વિકાસ ની વાત થઈ હોય તેવા કાર્યક્રમ માં લોકો ઉભા થઇ ને જતા રહે તો જેને જવાબદારી સોંપી છે તેમણે ધ્યાન રાખવાનું હોઈ છે. અધિકારીઓ પણ સેવા સેતુના કાર્યક્રમમાં જતા નથી અને આવા કાર્યક્રમોમાં અધિકારીઓએ પણ જવું જોઈએ. તેમણે કહ્યુ કે, અધિકારીઓને પણ કહું છે આગામી કાર્યકમોમાં આવું ના થવું જોઈએ. સરકારનો એક મેસેજ લઈને આવ્યા છીએ બધાને શાંતિથી સાંભળવું પડે. વધુમાં તેમણે કહ્યુ કે, નર્મદા જિલ્લાનો ઝડપથી વિકાસ થાય તેના માટે સરકાર આટલુ બધુ કરી રહી છે તો આપણે સમજવું જોઈએ. અહીંયા બેટેલા ફોરમને વિકાસના કામો માટે મહેનત કરવાની છે. તેમણે કહ્યુ કે, અધિકારીઓને મારી વાત નહીં ગમે પરંતુ મારે બોલનું તો પડશે. આદિવાસી સમાજને ઉપર લાવવો હોય તો મારે કહેવું પડશે.

મંત્રી ભીખુસિંહ પરમારે મનસુખ વસાવાએ મોટુ મન રાખવા કહ્યું

હજુ મંત્રી બોલવાના બાકી હતા ને લોકો જતા રહ્યા હતા જેથી સાંસદથી રહેવાયું નહિ એટલે તેમણે રોષ ઠાલવ્યો હતો ત્યારે મનસુખ વસાવાને ગુસ્સે જોઈ મંત્રી ભીખુસિંહ પરમારએ કહ્યું કે કેટલાક મિત્રો ન બેસી રહેવાની ક્ષમતા ઓછી હોય છે આમ મંત્રીએ મનસુખ વસાવાને મોટું મન રાખવા કહ્યું હતું.

આ પણ વાંચો : Amreli માં વરસાદને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Read More

Trending Video