Narmada માં આમ આદમી પાર્ટીના નેતાનો સગો ભાઈ દારૂ સાથે ઝડપાયો, મનસુખ વસાવાએ હવે કોની સામે બાંયો ચઢાવી

November 30, 2025

Narmada : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. અને બીજી તરફ રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ ઝડપાય છે. જે લોકો ગુજરાતમાં હાલ દારૂ મુદ્દે સરકાર સામે લડી રહ્યા છે. તેનો જ ભાઈ હવે દારૂ સાથે ઝડપાયો છે. યુવા આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના નર્મદાના જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાના સગા ભાઈ વીરભદ્રસિંહ વસાવા દારૂની બોટલો સાથે ઝડપાયા છે. દારૂની 11 બોટલ સાથે ઝડપાયેલ વીરભદ્રસિંહ વસાવાને નર્મદા પોલીસે ઝડપી પાડ્યો હતો. નિરંજન વસાવા પર કુલ 15 કેસો છે. અને તેમના નાના ભાઈ વીરભદ્રસિંહ વસાવા પર 6 જેટલા કેસો નોંધાયેલા છે. જેમ કે, ઇલેક્ટ્રીક સીટી ચોરી, મારામારી, એ.સી.બી, રેલવેની જમીનો પર કબજા, લેન્ડ ગ્રેબિંગનો કેસ, ગવર્મેન્ટ જમીનો પર ગેરકાયદેસર બાંધકામ, લોકોને ધાકધમકી આપીને જમીનો પચાવી પાડવી જેવા ગુનાઓ નોંધાયેલા છે.

મનસુખ વસાવાએ કર્યા પ્રહાર

આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી હતી. અને જેમાં તેમણે લખ્યું છે કે, “નર્મદા જીલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નો ભાઈ દારૂ વેચતાં ઝડપાયો !! વીરભદ્ર સિંહ ઉર્ફે ભદ્રેશ દારૂ ની ૧૧ બોટલો સાથે પકડાયો.. આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો સગો ભાઈ દારૂ વેચે અને અરવિંદ કેજરીવાલના ચેલાઓ મંચ પરથી સુની સુફિયાણી વાતો કરી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. આ છે આમ આદમી પાર્ટીના અસલ સંસ્કાર દિલ્લી અને પંજાબમાં કરતા ખેલ ગુજરાતમાં નહીં ચાલે. આ દારૂની હેરાફેરી કરતી પાર્ટીના નવા નિશાળીયાઓને પાછા પોલીસ ના પટ્ટા ઉતારવા છે !!! દારૂ પકડ્યો એ બદલ નર્મદા પોલીસને અભિનંદન પણ અમુક અંદરના બાતમીદારોની બાતમી લીક થતા ૫ પેટી દારૂ તો આ બુટલેગરોએ સગેવગે કરી દીધો.”

આ પણ વાંચોGujarat Police : સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ઉત્તમ તક, પોલીસ વિભાગમાં 13,591 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

Read More

Trending Video