Naresh Patel VS Jayesh Radadiya: નરેશ પટેલને જવાબ આપતા જયેશ રાદડીયાએ શું કહ્યું ?

July 26, 2024

Naresh Patel VS Jayesh Radadiya: ખોડલધામના ચેરમેન (Khodaldham Chairman) નરેશ પટેલ (Naresh Patel) વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડવોર ચાલી રહ્યુ છે અને ઈક્કોની ચૂંટણી બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.  હજુ પણ નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે કોલ્ડવોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે.  આજે જયેશ રાદડીયાએ નરેશ પટેલને જવાબ આપ્યો છે.

 નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે કોલ્ડવોર

ચૂંટણી જીત્યા ભાજપના નેતા જયેશ રાદડિયાએ એક સભામાં નિવેદન આપ્યું હતું કે ‘સામાજિક સંસ્થાઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ’ અને કેટલાક લોકો તેનો ‘દુરુપયોગ’ કરી રહ્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યુ હતુ કે,  જ્યારે પણ અમારા લેવા પટેલ સમાજમાંથી કોઈ આગળ આવવાની કોશિશ કરે તો અમારો સમાજ તેને પછાડે છે.ત્યારે નરેશ પટેલ (Naresh Patel)એ તેમના જન્મદિવસ પર સૂચક નિવેદન કરી જયેશ રાદડિયા (Jayesh Radadiya)ને તેનો જવાબ આપ્યો હતો. નરેશ પટેલે કહ્યું હતું કે, અમારી મજબૂરી છે કે, અમે અમારી ઘરની વાત ઘરમાં નથી રાખી શકતા બહાર આવી જ જાય છે. ત્યારે આજે જયેશ રાદડીયાએ વળતો જવાબ આપ્યો છે.

વિઠ્ઠલ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન

પ્રાપ્ત જાણકારી મુજબ જામનગરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં મંત્રી રાઘવજી પટેલ તેમજ રિવાબા જાડેજા સહિતના ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જયેશ રાદડીયાએ નરેશ પટેલને જવાબ આપતા શું કહ્યું ?

આ દરિયાન સૌ પ્રથમ તેમણે રક્તદાન કેમ્પવિશે માહિતી આપી હતી. અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો . આ દરમિયાન જ્યારે મીડિયાકર્મીએ નરેશ પટેલે જે નિવેદન આપ્યું હતુ તે અંગે સવાલ કરતા કહ્યું કે, તે અહીની વાત નથી બહારનું પ્લેટ ફોર્મ છે અને તે બધા જવાબો સમય આવે ત્યારે તે સમયે આપીશ. વધુમાં તેમણે કહ્યુ કે, ઘરની વાત ઘરમાંજ હોય છે. મે હંમેશા સમાજનું સારુ કામ કરવા માટે સમાજના દિકરા તરીકે મારી જવાબદારી છે.

આ પણ વાંચો : Kargil Vijay Diwas : કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યા કારગિલ, પાકિસ્તાનને આપી ચેતવણી

Read More

Trending Video