Naresh Patel VS Jayesh Radadiya: ખોડલધામના ચેરમેન (Khodaldham Chairman) નરેશ પટેલ (Naresh Patel) વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડવોર ચાલી રહ્યુ છે અને ઈક્કોની ચૂંટણી બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. હજુ પણ નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે કોલ્ડવોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. આજે ફરી એક વાર જયેશ રાદડીયાએ નરેશ પટેલનું નામ લીધા વગર નરેશ પટેલને સંદેશ આપ્યો હતો. આ સાથે જયેશ રાદડિયાએ નરેશ પટેલને પડકાર પણ ફેંક્યો હતો.
જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ફરી શીતયુદ્ધ
ગત 28 જુલાઈની રાત્રે વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. આ દરમિયાન જયેશ રાદડિયાએ ફરીવાર નામ લીધા વગર નરેશ પટેલને જે સંદેશ આપવાનો હતો તે આપી દીધો હતો. જયેશ રાદડિયાએ કહ્યુ કે, ‘રાજનીતિનો માણસ સમાજમાં ન ચાલે અને સમાજનું કામ કરતી હોય એ વ્યક્તિ રાજકારણમાં ન જાય. રાજકીય માણસનું કામ માત્ર રાજનીતિનું હોય. પરંતુ રાજનીતિથી ઉપર ઊઠીને આજે ઉલ્લેખ થયો સમાજની વાતનો.
જયેશ રાદડિયાએ નરેશ પટેલનું નામ લીધા વગર આપ્યો સંદેશ
વધુમાં તેમણે કહ્યુ કે, બે દિવસ પહેલાં કહ્યું હતું કે એનો જવાબ હું સમય આવ્યે આપીશ. કોણે ક્યાં શું કર્યું? ક્યાં કેટલી ખાનદાની હોય ક્યાં કેટલી વફાદારી હોય, એ ટૂંક સમયમાં સમય આવ્યે મારી બતાવવાની તૈયારી છે. આ વાત કરવામાં અભિમાન ન હોય, અભિમાન કરતો પણ નથી કારણ કે એ જ સમાજ અને એ જ લોકો ટોચ પર બેસાડી શકે અને નીચે બેસાડી દેવામાં વાર પણ લાગે નહીં. આમ છતાં પણ ક્યાંક અમુક લોકોને શું પેટમાં દુઃખે છે? કોઈને આમાં મજા આવે છે. મેં કહ્યું હતું ને કે સમાજનો મજબૂત આગેવાન હોય એને સ્વીકારજો, માઇકાંગલાંઓની સમાજને જરૂર નથી. એ પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાંખશે. તાકાતવાળો હોય એને આગળ કરજો.
જયેશ રાદડિયાએ જાહેર મંચ પરથી પેંક્યો પડકાર
જયેશ રાદડિયાએ કહ્યુ કે, કોઈ પાડી દેવાના કાવતરા કરતા હશે તો તે સફળ થશે નહીં.જાહેર મંચ પર કહેવા માટે ટેવાયેલો છું. જો કોઈ રાજકિય કે સમાજના મજબૂત આગેવાન બને ત્યારે તેમની મંચ પર સ્પીચ આપતી વખતે મારે નીચે બેસીને પણ ફોટો પડાવવાની કાયમી માટેની તૈયારી છે.
નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેના યુદ્ધમાં કોનો થશે વિજય ?
આમ રાદડિયાનો આ ઈશારો નવાજૂનીના એંધાણ આપે છે બંન્ને દિગ્ગજો વચ્ચે શિતયુદ્ધ બરાબરનું જામ્યું છે. જો કે હવે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેના યુદ્ધમાં કોનો થશે વિજય તેતો સમય જ બતાવશે.
આ પણ વાંચો : Rajkot: ધોરણ 4 ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, જમવા બેઠા બાદ ઉભા થવા જતા વિદ્યાર્થીનું હૃદય થંભી ગયુ