Naresh Patel : નરેશ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો, કહ્યું, રાજકારણમાં એક્ટિવ ન રહીએ તો સમાજના કામ અટકી જાય

July 11, 2024

Naresh Patel : આજે લેઉવા પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન (Khodaldham Chairman) નરેશ પટેલ (Naresh Patel)નો જન્મદિવસ છે. જેને લઈને આજે રાજકોટ (Rajkot)માં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નરેશ પટેલ (Naresh Patel)નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ખોડલધામના ટ્રસ્ટના સભ્યો દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. અને જે બાદ એક મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નરેશ પટેલનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. પરંતુ અહીંયા પણ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેની કોલ્ડવોરનો મામલો આવી જ ગયો.

સૌરાષ્ટ્રના બે પાટીદાર અગ્રણી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેની કોલ્ડવોર જગજાહેર છે. આ સાથે જ હવે આ મામલો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. આજે મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે એક નિવેદન આપ્યું જે હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. તેમણે કહ્યું કે, હું માનું છું કે સમાજના વ્યક્તિએ સમાજના કામ જ કરવા જોઈએ તેણે રાજકારણમાં પાડવાની જરૂર નથી. પરંતુ જો અમે રાજકીય રીતે એક્ટિવ ન રહીયે તો સમાજના કામ પણ ન થાય. અને અમને ટાર્ગેટ કરવામાં આવે છે. સમાજની વાત જ હવે કોઈ સમાજમાં રાખી શકતું નથી.

સાથે જ તેમણે કહ્યું કે મને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કોઈ જ પ્રકારનો રાગ દ્વેષ નથી. જયારે પણ જેને જરૂર પડી છે ત્યારે ખોડલધામ તેની સાથે ઉભું છે. અને હંમેશા રહેશે. મીડિયા સમક્ષ તેમને કહ્યું કે મને જયેશ રાદડિયા પ્રત્યે પણ કોઈ રાગ દ્વેષ નથી. ઇતિહાસ સાક્ષી છે જયારે જયેશ રાદડિયાને જરૂર પડી છે, ત્યારે નરેશ પટેલ અને ખોડલધામ તેમની સાથે ઉભા રહ્યા છે. ત્યારે હવે આ નિવેદન બાદ જોવાનું રહ્યું કે આ બે પાટીદાર અગ્રણીઓની કોલ્ડવોરનો અંત આવે છે કે પછી આ વોર યથાવત રહે છે.

આ પણ વાંચોAnant Radhika Wedding : અનંત અંબાણીના લગ્નમાં લાગશે સેલિબ્રિટીઝનો જમાવડો, હોલિવૂડ સ્ટાર્સથી લઈને વિદેશી રાજનેતાઓ પહોંચશે આશીર્વાદ આપવા

Read More