Chhattisgarhના નારાયણપુરમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 30 નક્સલીઓને કર્યા ઠાર

October 4, 2024

Chhattisgarh: છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. નારાયણપુરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 30 નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસ તેમની ઓળખ કરી રહી છે. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસને નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર માડ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. આના પર નારાયણપુર પોલીસ અને દંતેવાડા પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન એન્કાઉન્ટર થયું અને 30 નક્સલવાદીઓ માર્યા ગયા.

ડીઆરજી અને એસટીએફ ઓપરેશન ચલાવી રહ્યા છે
બસ્તર ક્ષેત્રના આઈજીએ જણાવ્યું કે આ ઓપરેશન નારાયણપુર-દંતેવાડા જિલ્લાની સીમામાં આવેલા થુલથુલી ગામના જંગલમાં કરવામાં આવ્યું હતું. તેમની હાજરીની માહિતી મળતાં જ નારાયણપુર અને દંતેવાડા જિલ્લામાંથી સુરક્ષા દળોની ટીમો મોકલવામાં આવી હતી. તેમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ અને એસટીએફના જવાનો હતા.

આ વિસ્તારમાં સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે
અધિકારીએ જણાવ્યું કે બપોરે લગભગ 1 વાગ્યે નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. આ પછી જવાનોએ પણ ચાર્જ સંભાળ્યો અને 24 નક્સલીઓને ઠાર કર્યા. તેમના મૃતદેહ, AK-47 અને SLR અને અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે. આ વિસ્તારમાં સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે.

આ વર્ષે અત્યાર સુધીમાં 189 નક્સલવાદીઓ માર્યા ગયા છે

Chhattisgarh માં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહ્યા છે. જે નક્સલવાદીઓ મુખ્ય પ્રવાહમાં પાછા આવવા માગે છે તેમને પણ વિશેષ ઓપરેશન હેઠળ પાછા આવવાની તક આપવામાં આવી રહી છે. આટલા પ્રયત્નો છતાં જે લોકો નક્સલવાદનો માર્ગ નથી છોડી રહ્યા અને શાંતિની પુનઃસ્થાપનામાં અવરોધો બની રહ્યા છે તેઓને પણ દૂર કરવામાં આવી રહ્યા છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે દંતેવાડા અને નારાયણપુર સહિત સાત જિલ્લાના બસ્તર ક્ષેત્રમાં અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ 189 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તેઓ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઠાર થયા છે. જેમાં શુક્રવારે થુલાથુલી ગામના જંગલમાં માર્યા ગયેલા નક્સલવાદીઓનો પણ સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: કોંગ્રેસ યુવાનોને ડ્રગ્સની અંધકાર દુનિયામાં લઈ જવા માંગે છે: Amit shah

Read More

Trending Video