Narayan Sai Bail : આસારામના પુત્ર નારાયણ સાંઈના જામીન મંજુર કરાયા, ગુજરાત હાઇકોર્ટે ટૂંકાગાળાના જામીન કર્યા મંજુર

October 18, 2024

Narayan Sai Bail : ગુજરાતમાં સૌથી ચર્ચિત એવા આસારામ અને તેનો પુત્ર નારાયણ સાંઇ અત્યારે દુષ્કર્મના આરોપ હેઠળ જેલમાં બંધ છે. છેલ્લા 11 વર્ષથી સુરતની લાજપોર જેલમાં બંધ છે તે નારાયણ સાંઇને આજે જામીન આપવામાં આવ્યા છે. નારાયણ સાંઇએ ગુજરાત હાઇકોર્ટમાં તેના પિતા આસારામની નાદુરસ્ત તબિયતના કારણે જામીન અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે નારાયણ સાંઈને માનવતાના ધોરણે આ જામીન અરજી મંજુર કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે 4 કલાકના ટૂંકાગાળાના જામીન મંજુર કર્યા છે. આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે. અને તેના પિતાને મળવા માટે હવાઈમાર્ગે જોધપુર પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચશે.

આ જામીન અરજીની સાથે જ હાઇકોર્ટે નારાયણ સાંઈને અવર જવરના ખર્ચ પેટે 5 લાખની રકમ જમા કરાવવાનો હુકમ કર્યો છે. આ રકમ તેને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. અને સાથે જ નારાયણ સાંઈને લાજપોર જેલ પરત લાવ્યા બાદ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. જેલમાં પિતા-પુત્રની મુલાકાત દરમિયાન અન્ય કોઈને હાજર ન રાખવા હુકમ કરાયો છે. અને આ સાથે જ પરિવારના અન્ય વ્યક્તિઓને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. નારાયણ સાંઈને પોલીસ જાપ્તામાં જ જોધપુર જવાની મંજૂરી આપવામાં આવી છે. નારાયણ સાંઈ સાથે 1 ACP, 1 PI , 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ જશે.

આ પણ વાંચોLawrence Bishnoi : કોણ છે લોરેન્સ બિશ્નોઈના ગુરુ ? તેની પૂછપરછ કરનાર પોલીસ અધિકારીએ આપ્યો જવાબ

Read More

Trending Video